
અમરેલી: ધારીના દુધાળા ગામ નજીક ખાનગી બસ પલટી ગઈ છે. બસ 40 જેટલા યાત્રિકો સાથે દીવથી રાજકોટ જતી હતી. દુધાળા નજીક આવેલ મધુવન હોટલ પાસે આ દુર્ઘટના બની છે. બસના ડ્રાઈવરનું ઘટના સ્થળે જ મોત થયું છે. અચાનક બસ પલટી જતા યાત્રિકોની બૂમોથી આસપાસના લોકો દોડી આવ્યા. મધુવન હોટલના સ્ટાફ દ્વારા બસના કાચ તોડી મુસાફરોને બહાર કાઢવામાં આવ્યા, 4થી 5 યાત્રિકોને ઈજાઓ પહોંચી છે.
Published On - 8:03 pm, Thu, 9 March 23