યુવરાજસિંહના સાળા શિવુભાના મિત્ર સંજય જેઠવા પાસેથી વધુ 25.50 લાખ રિકવર કરવામાં આવ્યા છે આ ઉપરાંત વિક્ટોરિયા પ્રાઈમ ઓફીસ નંબર 305 ની હાર્ડડિસ્કની રિકવરી કરવામાં આવી હતી.
યુવરાજસિંહના સાળા શિવુભા પાસેથી 25.50 લાખ રૂપિયા રિકવર કરાયા છે. શિવુભાએ પણ આ રકમ પોતાના મિત્રના ત્યાં છૂપાવી હતી. સંજય જેઠવા નામના મિત્રના ત્યાંથી સાડા 25 લાખ રૂપિયા રિકવર કરાયા છે. મહત્વનું છે કે, અગાઉ કાનભાની ધરપકડ બાદ તેમના મિત્રના ઘરથી રૂપિયા રિકવર કરાયા હતા. કાનભાના મિત્રના ઘરથી 38 લાખ રૂપિયા રિકવર કરાયા હતા. પોલીસે અત્યાર સુધીમાં 73.5 કરોડ રૂપિયા જપ્ત કરી લીધા છે.
પોલીસે ડમી કાંડમાં આજે વધુ 4 આરોપીઓની ધરપકડ કરી હતી. જેમાં ચંદ્રદીપ ચૌહાણ, મહાવીરસિંહ સરવૈયા, કીર્તિકુમાર પનોત અને સંજય સોલંકીનો સમાવેશ થાય છે . ડમીકાંડમાં અત્યાર સુધી કુલ 23 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમજ વધુ 4 આરોપીઓ સહિત હવે ડમીકાંડમાં કુલ 42 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે.
ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.
Published On - 7:59 pm, Tue, 25 April 23