Breaking News : અતીક અહેમદને લઇ પોલીસ કાફલો ઉદયપુર પહોંચ્યો, મોડી સાંજે સાબરમતી જેલ પહોંચશે, જુઓ Video

|

Mar 29, 2023 | 5:47 PM

પ્રયાગરાજમાં કોર્ટે મંગળવારે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા સંભળાવી હતી. અતીક અહેમદને યુપી  પોલીસ પ્રયાગરાજથી સાબરમતી જેલ લઇને આવવા રવાના થઈ છે. યુપી પોલીસ રાત્રે 8. 35 વાગે પ્રયાગરાજથી નીકળી છે

Breaking News : અતીક અહેમદને લઇ પોલીસ કાફલો ઉદયપુર પહોંચ્યો, મોડી સાંજે સાબરમતી જેલ પહોંચશે, જુઓ  Video
Atiq Ahmed Udaipur

Follow us on

અતીક અહેમદને લઇને પ્રયાગરાજથી નીકળેલો યુપી પોલીસનો કાફલો ઉદયપુર પહોંચ્યો છે. જે મોડી સાંજે અમદાવાદની સાબરમતી જેલ પહોંચશે. આજે ફરી કુખ્ચાત ગેંગસ્ટર અતીક અહેમદને અમદાવાદ લવાશે. રાત સુધીમાં આરોપી અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલ પહોંચે તેવી શક્યતા છે. ઉત્તરપ્રદેશ પોલીસ પ્રયાગરાજથી અતીકને લઇ ગુજરાત આવી રહી છે. મહત્વનું છે કે 17 વર્ષ જૂના કેસમાં અતીક અહેમદને કોર્ટે આજીવન કેદની સજા ફટકારી છે. ઉમેશ પાલ અપહરણકાંડમાં અતીક સહિત ત્રણ આરોપીને આજીવન કેદની સજા ફટકારી હતી.

અહીં પોલીસ મારા પર કેસ નાખશે, મને સાબરમતી મોકલો

સજા સંભળાવ્યા બાદ અતિકે કોર્ટને વિનંતી કરી હતી કે ‘મને સાબરમતી જેલમાં જ મોકલો, હું અહીં નથી રહેવા માંગતો, પોલીસ મારા પર કેસ લાદશે.’ જોકે, કોર્ટે અતીકની વિનંતી પર કંઈ કહ્યું ન હતું. આ પછી અતિક અહેમદ પ્રયાગરાજ કોર્ટથી નૈની સેન્ટ્રલ જેલમાં પરત ફર્યા હતા.

શું જમતા પહેલા પાણી પીવાથી ખરેખર ઓછું થાય છે વજન? જાણો સત્ય
3.5 કરોડની કાર ખરીદનાર આ અભિનેતાનું કાર કલેક્શન છે ગજબનું, જુઓ ફોટો
Vastu Tips : ઘરમાં રાખો આ મૂર્તિ, ક્યારેય સંપત્તિની કમી નહી વર્તાય
કોઈ ચોરીછુપે સાભંળી તો નથી રહ્યું ને તમારા કોલ પર થતી વાત? આ રીતે કરો ચેક
આજનું રાશિફળ તારીખ : 21-05-2024
RCBનો લકી ચાર્મ અને વિરાટ કોહલીનો રૂમ પાર્ટનર કેમ રડવા લાગ્યો?

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2006માં ઉમેશ પાલના અપહરણના કેસમાં કુલ 10 આરોપીઓ હતા. જેમાંથી કોર્ટે અતિકના ભાઈ અશરફ સહિત 7ને નિર્દોષ જાહેર કર્યા હતા, પરંતુ અતિક અહેમદ, દિનેશ પાસી અને અતિકના વકીલ સૈલત હનીફને આજીવન કેદની સજા ફટકારી છે.

UP પોલીસ અતીકને લઇ ગુજરાત આવવા નીકળી

પ્રયાગરાજમાં કોર્ટે મંગળવારે કથિત માફિયા અને ભૂતપૂર્વ સાંસદ અતીક અહેમદને અપહરણના કેસમાં સખત આજીવન કેદની સજા સંભળાવી હતી. અતીક અહેમદને યુપી  પોલીસ પ્રયાગરાજથી સાબરમતી જેલ લઇને આવવા રવાના થઈ છે. યુપી પોલીસ રાત્રે 8. 35 વાગે પ્રયાગરાજથી નીકળી છે . જે સંભવિત રીતે બુધવારે રાત્રે સાબરમતી જેલ પહોંચે તેવી શકયતા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 3:57 pm, Wed, 29 March 23

Next Article