અમદાવાદમાં AMTS બસના લધુત્તમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલ એએમટીએસ બસનું લધુત્તમ ભાડુ 3 રૂપિયા હતું જે વધારી પાંચ રૂપિયા કરવામાં આવ્યું છે .
Ad
AMTS Bus Fair
Follow us on
Ahmedabad :અમદાવાદમાં AMTS બસના લઘુત્તમ ભાડામાં બે રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. જેમાં હાલ એએમટીએસ બસનું લધુત્તમ ભાડુ 3 રૂપિયા હતું જે વધારી પાંચ રૂપિયા કરવામાં આવ્યું છે .અમદાવાદમાં AMTS અને BRTSના ભાડામાં વધારો કર્યો છે. જેમાં AMTS અને BRTSનું ભાડું કોમન કરાયું છે. જેમાં બંનેમાં લઘુત્તમ ભાડું 5 રૂપિયા અને મહત્તમ ભાડું 30 રૂપિયા કરવામાં આવ્યું છે.
1લી જુલાઈ 2023થી લાગુ પડશે
છેલ્લા 12 વર્ષ બાદ AMTS અને BRTSના ભાડામાં ફેરફાર કરવામાં આવ્યો છે. જેમાં AMC હોદ્દેદારો અને કમિશનર વચ્ચે બેઠક બાદ નિર્ણય લેવામાં આવ્યો છે. જે 1લી જુલાઈ 2023થી લાગુ પડશે. તેમજ AMTSમાં નવી એસી બસનો ઉમેરો કરાશે.