પાટણ જિલ્લામાં શ્રમિક પરિવારે આર્થિક સંકડામણને કારણે 4 બાળકો સાથે રેલવે ટ્રેક ઉપર પડતું મૂકયું હતું. જોકે રેલવે મેનની સજાગતાને કારણે બાળકો સહિત દંપતીને બચાવી લેવામાં આવ્યા હતા. આ ઘટનાની જાણ થતા ધારાસભ્ય લવિંગજી ઠાકોરે પણ પરિવારની મુલાકાત લીધી હતી.
પ્રાથમિક માહિતી અનુસાર આ પરિવાર સમી તાલુકાના જાખલ ગામનો છે. આ દંપતીએ આર્થિક સંકડામણને કારણે રેલવે ટ્રેક ઉપર પડતું મૂક્યું હતું. જોકે રેલવે કર્મચારીની સમય સૂચકતાને કારણે દંપતી તેમજ માસૂમ બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા.
આપઘાતનો પ્રયાસ કરનારા પરિવારને રાધનપુર રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ભાજપના ધારાસભ્ય લવિંગજી ઠાકોરે આ પરિવારની મુલાકાત લઇને તેમને સાત્વના પાઠવી હતી તેમજ તેમની સમસ્યા જાણવાનો પ્રયત્ન પણ કર્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 5:10 pm, Sat, 22 April 23