Gujarati NewsGujaratBreaking News Khursheed Ahmed Distinguished Service, Rajkumar Pandiya Sandeep Singh, 18 Police Officers with Meritorious Service Medals
Breaking News: ખુરશીદ અહેમદને વિશિષ્ટ સેવા, રાજકુમાર અને સંદિપ સિંહ સહિત 18 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ
સ્વતંત્ર્યતા દિવસને લઈ રાજ્યના 20 પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ જાહેર કરેલ છે.
18 પોલીસ અધિકારીઓને પ્રશંસનીય સેવા મેડલ
Follow us on
સ્વતંત્ર્યતા દિવસને લઈ રાજ્યના 20 પોલીસ અધિકારીઓને કેન્દ્રીય ગૃહ વિભાગ તરફથી વિશિષ્ટ સેવા અને પ્રશંસનીય સેવા મેડલ જાહેર કરેલ છે. રાષ્ટ્રપતિ દ્વારા જાહેર કરવામાં આવેલ વિશિષ્ટ સેવા મેડલ અને પ્રશસનીય સેવા મેડલમાં રાજ્યના ત્રણ IPS અધિકારીઓનો સમાવેશ થાય છે. ADGP ખુરશીદ અહેમદ IPS અને આઈઓ વિશાલ દેવશીભાઈ ચૌહાણને વિશિષ્ટ સેવા પોલીસ મેડલ વડે સન્માનિત કરવામાં આવશે. સ્વતંત્રતા દિવસ 2023 માટે દેશના 954 પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને પોલીસ મેડલ એનાયત કરવામાં આવનાર છે. 229 ને વીરતા માટે પોલીસ મેડલથી સન્માનીત કરવામાં આવશે. જ્યારે 642ને પ્રશંસનીય સેવા બદલ મેડલ એનાયત કરાશે. 82ને રાષ્ટ્રપતિ પોલીસ મેડલ એનાયત કરાનાર છે.
વિશિષ્ટ સેવા મેડલ માટે 2 અધિકારીની પસંદગી કરવામાં આવી છે. જેમાં આઈપીએસ અધિકારી ખુરશીદ અહેમદની પસંદગી કરવામાં આવી છે. આ ઉપરાંત સીઆઈડી આઈબીના આઈઓને પણ વિશિષ્ટ સેવા પોલીસ મેડલ એનાયત કરવામાં આવશે. જ્યારે 18 પોલીસ અધિકારીઓ અને કર્મચારીનેઓને મેરીટોરયસ સર્વિસ માટે મેડલ એનાયત થશે. પ્રશંસનીય કામગીરી બદલ પસંદ કરવામાં આવેલા રાજ્યમાંથી 2 આઈપીએસ અને 4 ડીવાયએસપી કક્ષાના અધિકારીઓની પસંદગી કરવામાં આવી છે.