
ગુજરાતમાં કોરોના કેસમાં ફરી ધરખમ વધારો. આજે 18 એપ્રિલના રોજ ગુજરાતમાં ફરી કોરોના નવા 304 કેસ નોંધાયા છે. આજે કોરોનાના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી.ગઈ કાલે એટલે કે 17 એપ્રિલના રોજ ગુજરાતમાં 174 કોરોના કેસ નોંધાયા હતા. લાંબા સમય સુધી સતત 300થી વધારે કેસ નોંધાયા બાદ ગઈ કાલે કોરોનાના નવા કેસમાં મોટો ઘટાડો નોંધાયો હતો. જોકે હવે કોરોનાના નવા કેસમાં ફરી વધારો થયો છે.
આજે ગુજરાતમાં સૌથી વધારે કેસ અમદાવાદ શહેરમાં નોંધાયા છે. આજે અમદાવાદમાં 90, સુરતમાં 30, વડોદરામાં 30, મહેસાણામાં 19, વલસાડમાં 14, ગાંધીનગર જિલ્લામાં 12, સુરત જિલ્લામાં 12, ભરુચમાં 10, સાબરકાંઠામાં 10, અમરેલીમાં 9, પાટણમાં 9, ગાંધીનગરમાં 7, રાજકોટમાં 7, બનાસકાંઠામાં 5, મોરબીમાં 5, રાજકોટ જિલ્લામાં 5, આણંદમાં 4, વડોદરા જિલ્લામાં 4, બોટાદમાં 3, ગીર સોમનાથમાં 3, નવસારીમાં 3, કચ્છમાં 2, નર્મદામાં 2, પંચમહાલમાં 2, સુરેન્દ્રનગરમાં 2, તાપીમાં 2, અમદાવાદ જિલ્લામાં 1, ભાવનગરમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.
આજે 370 દર્દીઓ સાજા થયા છે. કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 2149 પર પહોંચ્યો છે. જેમાં 6 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 2143 દર્દીઓ સ્ટેબલ છે. કોરોના રિકવરી રેટ 98.97 થયો છે. ગઈકાલની જેમ આજે પણ કોરોનાથી એક પણ દર્દીનું મોત થયુ નથી. જે એક મોટા રાહતના સમાચાર છે.
પ્રોફેસરે કહ્યું કે ભારતમાં 90 ટકા લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વાયરસ સામે કુદરતી પ્રતિરક્ષા ધરાવતા લોકોની સંખ્યા 95 ટકા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ મોડલના આધારે આવતા મહિનામાં પ્રતિદિન 50,000 સંક્રમણના કેસ હશે, જે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશો માટે આશ્ચર્યજનક નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:19 pm, Tue, 18 April 23