વિધાનસભામાં ઉદ્યોગમંત્રી બળવંતસિંહ રાજપૂતની ઉદ્યોગ વિભાગની માંગણીઓ પરના જવાબમાં મહત્વની જાહેરાત કરી હતી. તેમણે રાજ્યમાં નવી 21 જીઆઇડીસી બનાવવાની જાહેરાત કરી હતી. અમદાવાદના ગાંગડ સહિત થરાદ, વડગામ, લવાણા, ભીલડી અને પાલનપુરને નવી જીઆઇડીસી મળશે. તેમજ સિધ્ધપુર, સાંતલપુર, વિંછીયા, છાપરા, આમોદ, જોટાણા અને નાની ભલુ, કડજોદરા, લડોદ, સાવરકુંડલા ગીર સોમનાથ નવાબંદર, ઠાસરા અને નવસારીના વાંશી-બોરસીમાં પણ નવી GIDC બનશે. GIDC બનાવવા ઉદ્યોગ વિભાગ જમીનની ઉપલબ્ધતા, ઉદ્યોગ સ્થાપના માટે આનુષંગિક વ્યવસ્થાનો અભ્યાસ કરશે.
આજે વિધાનસભાના સત્રમાં ખનીજ ચોરી અંગેના મહત્વના આંકડા આપવામાં આવ્યા હતા.
રાજયમાં છેલ્લા 5 વર્ષમાં રાજ્યમાં 65918 લાખની ખનીજ ચોરી પકડાઈ હતી અને છેલ્લા 5 વર્ષમાં ગુજરાતમાં ખનીજ ચોરીના 40483 કેસ નોંધાયા છે ખનીજ ચોરીની અન્ય વિગતો આ પ્રમાણે છે
વર્ષ 2018 – 19માં રાજ્યમાં ખનીજ ચોરીના 7734 કેસ નોંધાયા જેમાં રૂ. 10988.42 લાખની વસુલાત કરાઈ
વર્ષ 2019 – 20માં રાજ્યમાં ખનીજ ચોરીના 7446 કેસ નોંધાયા જેમાં રૂ. 10634.61 લાખની વસુલાત કરાઈ
વર્ષ 2020 – 21માં રાજ્યમાં ખનીજ ચોરીના 7155કેસ નોંધાયા જેમાં રૂ. 10322.84 લાખની વસુલાત કરાઈ
વર્ષ 2021 – 22માં રાજ્યમાં ખનીજ ચોરીના 8672 કેસ નોંધાયા જેમાં રૂ. 14064.26 લાખની વસુલાત કરાઈ
વર્ષ 2022 – 23માં રાજ્યમાં ખનીજ ચોરીના 9476 કેસ નોંધાયા જેમાં રૂ. 19907.86 લાખની વસુલાત કરાઈ
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..
Published On - 5:01 pm, Wed, 15 March 23