
Bharuch : Ankleshwar GIDCની કેમિકલ ફેકટરીમાં આગ લાગવા(fire in chemical factory)ની વધુ એક ઘટના સામે આવી છે. આજે વહેલી સવારે કાકડીયા કેમિકલ કંપની(Kakadia Chemical Company)ના પ્લાન્ટમાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેના ઉપર ફાયર બ્રિગેડે કાબુ મેળવ્યો છે. આગ લાગવાનું કારણ હજુ જાણી શકાયું નથી જોકે પ્લાન્ટમાં વિસ્ફોટ બાદ આગ ફાટી નીકળી હોવાના અહેવાલ સામે આવી રહ્યા છે. ઘટનામાં જાનહાનિના અહેવાલ સાંપડયા નથી પરંતુ પ્લાન્ટને મોટું નુકસાન પહોંચ્યું હોવાની વિગતો બહાર આવી છે. આગમાં પ્લાન્ટ નજીક મુકવામાં આવેલા કેમિકલના ડ્રમ ફાટતા ધુમાડાના ગોટેગોટા આકાશમાં નજરે પડ્યા છે. સૂત્રો અનુસાર એસિડ લીકેજના કારણે આગ બુઝાવવામાં પડકારનો સામનો કરવો પડ્યો હતો. પ્લાન્ટમાં રહેલા એસિડના કારણે ફાયરબ્રિગેડ અને સ્થાનિકોએ આંખમાં બળતરાની તકલીફ અનુભવી હતી. હાલ સ્થિતિ નિયંત્રણમાં હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.
અંકલેશ્વર GIDCની કાકડીયા કેમિકલ કંપનીના પ્લાન્ટમાં લાગી આગ#Fire #Ankleshwar #TV9News #Bharuch #Gujarat pic.twitter.com/A6zK5mt33o
— Tv9 Gujarati (@tv9gujarati) July 3, 2023
ભરૂચ જિલ્લામાં 15 દિવસમાં ઔદ્યોગિક એકમમાં આગનો આ ત્રીજો બનાવ છે. આ અગાઉ 22 જૂને અંકલેશ્વર જીઆઈડીસી સ્થત ફાર્મા કંપની નિરંજન લેબોરેટરી કંપનીના પ્લાન્ટમાં ભીષણ આગ(fire in niranjan laboratory)લાગી હતી. નજીકની શ્રમજીવીઓની વસાહતમાંથી ઉડેલા તણખલાંના કારણે લાગેલી આગે ગણતરીની પળોમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી દીધું હતું.
આ ઘટનાનાં ગણતરીના કલાકો અગાઉ પાલેજની રુચિકા ઇન્ડસ્ટ્રીઝમાં પણ ભીષણ આગની ઘટના બની હતી. અહીં 10 થી વધુ ફયફાઇટર મોકલવાની ફરજ પડી હતી. ભારે જહેમત બાદ આગ ઉપર કાબુ મેળવાયો હતો.
આગની ઘટના બાદ પ્લાન્ટમાં એસિડ ગળતરની ઘટના બની હતી. આ એસિડના કારણે સ્થાનિકો અને ફાયર બ્રિગેડના જવાનોએ આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ અનુભવી હતી. ડિઝાસ્ટર પ્રિવેંશન એન્ડ મેનેજમેન્ટ ટીમના હેડ મનોજ કોટીયાની ટીમે ઘટનાસ્થળે પહોંચી આગ ઉપર મહદંશે નિયંત્રણ મેળવી લીધું છે. પ્લાન્ટમાં લાગેલી આગ ઉપર સંપૂર્ણપણે નિયંત્રણ જળવાઈ રહે તે માટે અંકલેશ્વર ફાયર બ્રિગેડના ફાયર ફાઇટરોએ પાણીનો છંટકાવ અવિરત ચાલુ રાખ્યો છે. ઘટનામાં કોઈ જાનહાની કે ઇજાના અહેવાલ સામે ન આવતા તંત્રએ પણ હાશકારો અનુભવ્યો છે.
Published On - 8:28 am, Mon, 3 July 23