Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા, એકનું મૃત્યુ

|

Mar 30, 2023 | 7:58 PM

ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે અને 01 દર્દીનું મૃત્યુ નોંધાયું છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2247એ પહોંચી છે.જ્યારે કોરોના રિકવરી રેટ 98. 97 થયો છે. જ્યારે આજે કોરોનાથી 269 લોકો સાજા થયા છે.માં અમદાવાદ જિલ્લામાં 03, અમદાવાદમાં 120, અમરેલીમાં 07, આણંદમાં 09, અરવલ્લીમાં 01, બનાસકાંઠામાં 03, ભરૂચમાં 08 કેસ નોંધાયા છે.

Breaking News : ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા, એકનું મૃત્યુ
Gujarat Corona Update

Follow us on

ગુજરાતમાં કોરોનાના નવા 381 કેસ નોંધાયા છે અને 01 દર્દીનું મૃત્યુ નોંધાયું છે. જ્યારે એક્ટિવ કેસની સંખ્યા 2247એ પહોંચી છે.જેમાં અમદાવાદ જિલ્લામાં 03, અમદાવાદમાં 120, અમરેલીમાં 07, આણંદમાં 09, અરવલ્લીમાં 01, બનાસકાંઠામાં 03, ભરૂચમાં 08, ભાવનગરમાં 03, બોટાદમાં 02, છોટા ઉદેપુરમાં 01, દાહોદમાં 01, ગાંધીનગર જિલ્લામાં 03, ગાંધીનગરમાં 06, ગીર સોમ નાથમાં 03, જૂનાગઢમાં 02, ખેડામાં 02, કચ્છમાં 02, મહીસાગરમાં 01, મહેસાણામાં 25, મોરબીમાં 35, પાટણમાં 05, પોરબંદરમાં 03, રાજકોટમાં જિલ્લામાં 23, રાજકોટમાં 14, સાબરકાંઠામાં 11, સુરતમાં જિલ્લામાં 05, સુરતમાં 32, સુરેન્દ્રનગરમાં 02, વડોદરામાં 20, વડોદરા જિલ્લામાં 18 અને વલસાડમાં 04 કેસ નોંધાયા છે. જ્યારે કોરોના રિકવરી રેટ 98. 97 થયો છે. જ્યારે આજે કોરોનાથી 269 લોકો સાજા થયા છે.

ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

આ ઉપરાંત, રાજ્યમાં નવા વાયરસ H3N2ના ઝડપી પ્રસારને લઈ આરોગ્ય વિભાગ એક્શનમાં આવ્યું છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે વરિષ્ઠ અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. H3N2 વાયરસના દર્દીઓમાં તાવ, શરદી, ખાંસી, ગળાની તકલીફ, ઊલટી, કળતર જેવા લક્ષણો જોવા મળી રહ્યાં છે. ત્યારે રાજ્યામાં દવાનો જથ્થો, ટેસ્ટિંગ લેબ, તબીબોની ઉપલબ્ધતા અંગે સમીક્ષા કરવામાં આવી. આ ઉપરાંત કેન્દ્ર સરકારની ICMRની ગાઈડ લાઈન પ્રમાણે જરૂરી પગલા લેવા સૂચના આપવામાં આવી

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 7:21 pm, Thu, 30 March 23

Next Article