
સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે સારા સમાચાર સામે આવ્યા છે. જેમાં સુમુલ ડેરી 5 જૂને પશુપાલકોને 305 કરોડ બોનસ ચુકવશે સુમુલ ડેરીના ચેરમેન માનસિંગ પટેલે આ જાહેરાત કરી છે.જેમાં પશુપાલકોને કિલો ફેટ દીઠ 100 રૂપિયા ચુકવશે. જ્યારે સુમુલ મંડળીના શેરના રૂપમાં કિલો ફેટે 5 રૂપિયા અને બચત તરીકે 5 રૂપિયા ચુકવશે. તેમજ સુમુલને વાર્ષિક વ્યાજ ભારણ 80 કરોડથી ઘટાડીને રૂપિયા 37 કરોડ સુધી ઘટાડવામાં સફળતા મળી છે.
ઉલ્લેખનીય છે કે, આ પૂર્વે સુરતની સુમુલ ડેરી દ્વારા દૂધના ભાવમાં પ્રતિ લિટર રૂ. 2નો વધારો કરવામાં આવ્યો હતો. અમુલ બ્રાન્ડના ગોલ્ડ, તાજા, શક્તિ તથા ગાયના દૂધના 500 MLના પાઉચના ભાવમાં રૂ.1 નો વધારો થયો છે. તો 250 MLની દૂધની થેલી તથા 500 ML છાશનો ભાવ યથાવત છે. 6 લિટરની છાશની થેલીના ભાવમાં રૂ.6નો વધારો થયો છે.
આ વર્ષે લીલા-સૂકા ઘાસચારમાં થયેલા ભાવ વધારાથી પશુપાલકોને ખૂબ જ મુશ્કેલી ઊભી થઈ છે. જેને ધ્યાનમાં લઈ સુમુલ ડેરી દ્વારા દૂધના ખરીદ ભાવમાં પ્રતિકિલો ફેટે ભાવ વધારો કરવાનો નિર્ણય કર્યો હતો . સુમુલ ડેરી તરફથી લેવાયેલા આ નિર્ણયથી પશુપાલકોને વધુ આર્થિક મદદ મળી રહી છે.
Published On - 9:16 am, Sun, 14 May 23