Breaking News: O.P. Kohli Death: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન

|

Feb 20, 2023 | 5:41 PM

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે ટ્વિટ કરીને ઓ.પી. કોહલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.

Breaking News:  O.P. Kohli Death: ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન

Follow us on

ગુજરાતના પૂર્વ રાજ્યપાલ ઓ.પી. કોહલીનું નિધન થયું છે.  ઓ.પી. કોહલીના પ્રપૌત્રીએ ટ્વિટ કરીને  ગુજરાતના પૂર્વ રાજ્યપાલના નિધન અંગે માહિતી આપી હતી. ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ આ અંગે ટ્વિટ કરીને ઓ.પી. કોહલીને શ્રદ્ધાંજલિ પાઠવી હતી.  સરળ સ્વભાવના ઓમપ્રકાશ કોહલીએ (Om Prakash Kohli) ગુજરાતના રાજયપાલ તરીકેની જવાબદારી નિભાવી ચૂક્યા  હતા.  તેઓએ કમલા બેનીવાલનો કાર્યકાળ પૂર્ણ થતા આ હોદ્દો સંભાળ્યો હતો.

 

LICની આ પોલિસી દેશની દરેક દીકરીનું ભવિષ્ય કરશે સુરક્ષિત! આ રીતે કરો અરજી
મુકેશ અંબાણીના Jioના નવા પ્લાને મચાવી ધૂમ, Netflix સહિત આ 15 OTTની ઍક્સેસ મળશે
પાકિસ્તાનમાં માહિરા સાથે થઈ બદતમીઝી, અજાણ્યા વ્યક્તિએ ફેંક્યો સામાન, હસીનાએ કહ્યું..
તમે અમીર બનવા માગતા હોવ તો વોરેન બફેટના આ 7 સરળ રસ્તા જાણી લો
દરરોજ શરીરમાં કેટલું કેલ્શિયમ હોવું જરુરી? જો આટલું કરી લીધુ તો નહીં રહે કેલ્શિયમની ઉણપ
જાણો કોણ છે દીપ્તિ સાધવાણી જે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં પહોંચી, જુઓ ફોટો

 

તેઓ રાજકારણમાં ઓ.પી. કોહલી તરીકે વધારે જાણીતા બનેલા છે.  37 વર્ષ સુધી હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજ ખાતે વ્યાખ્યાતા તરીકે સેવારત ઓ.પી. કોહલીએ હિન્દીમાં ‘રાષ્ટ્રીય સુરક્ષા કે મોર્ચે પર’, ‘શિક્ષાનીતિ’ અને ‘ભક્તિકાલ કે સંતો કી સામાજીક ચેતના’ નામનાં ત્રણ પુસ્તકો લખ્યાં છે. તેઓએ કટોકટી દરમિયાન જેલવાસ પણ ભોગવેલો છે.

 

 

અંગત જીવન (Personal Life)

ઓમ પ્રકાશ કોહલીનો જન્મ 9 ઓગસ્ટ 1935માં થયો હતો. તેમને વાંચનનો ઘણો શોખ છે. તેઓ જ્યારે ગુજરાત રાજ્યના રાજ્યપાલ હતા ત્યારે તેમણે વિવિધ પુસ્તકોની લાઇબ્રેરી પણ બનાવી હતી.

શિક્ષણ (Education)

તેણે રામજસ સ્કૂલ અને ખાલસા સ્કૂલ, નવી દિલ્હીમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. ઓમ પ્રકાશ કોહલી દિલ્હી યુનિવર્સિટીમાંથી હિન્દીમાં માસ્ટર ઓફ આર્ટસ સુધીનો અભ્યાસ કરેલો છે. 37 વર્ષ તેઓએ હંસરાજ કોલેજ અને દેશબંધુ કોલેજમાં લેક્ચરર તરીકે પણ કામ કર્યું હતું.

રાજકીય કારર્કિર્દી (Political Career)

તેઓ કટોકટીના વર્ષમાં જેલવાસ ભોગવી આવ્યા હતા. કટોકટી દરમિયાન MISA હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી હતી. ઓમ પ્રકાશ કોહલીએ વર્ષ 1999 થી 2000 સુધી ભારતીય જનતા પાર્ટીના દિલ્હી એકમના પ્રમુખ હતા અને વર્ષ 1994 થી 2000 સુધી રાજ્યસભાના સભ્ય તરીકે સેવા આપી હતી. તેઓ દિલ્હી યુનિવર્સિટી ટીચર્સ એસોસિએશન (DUTA) અને ABVP ના પ્રમુખ પણ રહી ચૂક્યા હતા.

8 સપ્ટેમ્બર 2016 થી 19 જાન્યુઆરી 2018 સુધી, તેમણે ગુજરાતની સાથે મધ્યપ્રદેશના રાજ્યપાલના કાર્યાલયનો વધારાનો હવાલો સંભાળ્યો હતો. તેમને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગરના કુલપતિ તરીકે પણ નિયુક્ત કરવામાં આવ્યા  હતા.

Published On - 5:25 pm, Mon, 20 February 23

Next Article