વડોદરાના મકરપુરા જી.આઇ.ડી.સીમાં ભીષણ આગ લાગવાની ઘટના સામે આવી છે. મકરપુરા જી.આઇ.ડી.સીમાં સુમિત પેકેજીંગ નામની કંપનીમાં ભીષણ આગ લાગી હતી. જેની જાણ થતા તાત્કાલીક સ્થાનિકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અને ઘટનાની જાણ ફાયર બ્રિગેડને કરવામાં આવી હતી.
આ પણ વાંચો : Vadodara : જુનિયર ક્લાર્ક પરીક્ષામાં અટવાયેલા ઉમેદવારોની વહારે નવાપુરા પોલીસ સ્ટેશનની SHE-ટીમ, સરાહનીય કામગીરી
ઘટનાની જાણ થતા તાત્કાલીક ફાયર ટીમના જવાનો ઘટના સ્થળે આવી પહોંચ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે. ફાયર બ્રિગેડના જવાનોની કલાકોની જહેમત બાદ પણ આગ પર કાબૂ મેળવાયો નથી. મળતી માહિતી અનુસાર સુમિત પેકેજીંગ નામની કંપનીમાં પુઠ્ઠામાં આગ લાગવાથી આગે વિકરાળ સ્વરુપ ધારણ કર્યુ હતું. સદનસીબે દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
આ અગાઉ વડોદરામાં નવાપુરા વિસ્તારમાં ભંગારના ગોડાઉનમાં આગ લાગી હતી. આગ કાબુ બહાર જતા બાજુમાં આવેલા ફ્લેટમાં પ્રસરી હતી. નવાપુરા વિસ્તારમાં આવેલ શ્રીનાથપુરમ રેસીડેન્સી ફ્લેટમાં આગના ધુમાડા પ્રસરી જતા લોકોને ગુંગડામણ થવાનું શરુ થયુ હતુ. જો કે ફાયર વિભાગની ટીમ દ્વારા ફ્લેટના રહીશોને બહા કાઢી લેવામાં આવ્યા હતો. વડોદરા ફાયર દ્વારા ચારે તરફથી ગોડાઉન પર પાણીનો મારો ચલાવવામાં આવી રહયો હતો.
વડોદરામાં નવાપુરા વિસ્તારમાં ગોડાઉનનું ઓપન કેમ્પસ હતુ તેમાં આગ લાગી હતી. આગ લાગતા જ આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. થોડી વારમાં ગોડાઉનમાં લાગેલી આગે ભીષણ સ્વરૂપ ધારણ કરી દીધુ હતુ. ગોડાઉનને અડીને જ કેટલાક ફ્લેટ આવેલા હતા. ત્યારે શ્રીનાથપુરા નામનો એક ફ્લેટ ભીષણ આગની ચપેટમાં આવી ગયો હતો. આગ એટલી ભયાનક હતી કે બ્રિગેડ કોલ જાહેર કર્યો હતો.
આગ એટલી ભીષણ હતી કે સામાન્ય લોકો પણ આગ બુઝાવવાની કામગીરીમાં જોડાયા હતા. શ્રીનાથપુરા ફ્લેટમાં ભયંકર ધુમાડો પ્રસરી ગયો હતો. ફાયર બ્રિગેડે તાત્કાલિક આગ બુઝાવવાની કામગીરી શરુ કરી હતી. કોઇપણ ભોગે આગ પર કાબુ મેળવવા ફાયર વિભાગે જહેમત શરુ કરી હતી. આગ એટલી ભીષણ હતી કે ફાયરબ્રિગેડે ચારે તરફથી આગનો મારો ચલાવ્યો હતો. સાથે જ જે લોકો ફ્લેટમાં ફસાયેલા હતા તે તમામને બહાર કાઢી લેવામાં આવ્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 9:21 am, Thu, 13 April 23