Breaking News: ભરૂચ કલેકટર તુષાર સુમેરાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે ઠગાઈ કરાઈ

Bharuch :ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા(Tushar Sumera) ના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાબતે ભરૂચ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતા સાઇબર ક્રાઇમની ટીમે તપાસ શરુ કરી ભેજાબાજો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે.

Breaking News: ભરૂચ કલેકટર તુષાર સુમેરાનું ફેક ફેસબુક એકાઉન્ટ બનાવી લોકો સાથે ઠગાઈ કરાઈ
| Updated on: Jul 12, 2023 | 2:44 PM

Bharuch :ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરા(Tushar Sumera) ના નામનું ફેક ફેસબુક એકાઉન્ટ(Fake Facebook Account) બનાવી લોકો સાથે છેતરપિંડી કરાઈ હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ બાબતે ભરૂચ જિલ્લા પોલીસને જાણ કરવામાં આવતા સાઇબર ક્રાઇમની ટીમે તપાસ શરુ કરી ભેજાબાજો સુધી પહોંચવા પ્રયાસ હાથ ધર્યા છે. જિલ્લા કેલક્ટરને આબાબતની જાણ થી ત્યાં સુધી તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટના દુરુપયોગ થકી લખો ખંખેરી લેવાયા હોવાનું સામે આવ્યું છે. આ મામલાને લઈ હજુ સુધી જિલ્લા કલેકટર તથા જિલ્લા પોલીસ તરફથી હજુ કોઈ સત્તાવાર નિવેદન સામે આવ્યું નથી જોકે કલેકટર કચેરીના સૂત્રોએ મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવા ચક્રો ગતિમાન કરાયા હોવાનું જણાવ્યું હતું.

જિલ્લા કલેકટરે સામેથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી હોવાનો ગર્વ માનનારા છેતરાયા

તુષાર સુમેર IAS અધિકારી છે જે પોતાની કુશળ કાર્યપધ્ધતિ  કારણે ખુબ જાણીતા અને લોકપ્રિય છે. ભરૂચ જિલ્લા કલેકટર તુષાર સુમેરાના ફેફ એકાઉન્ટ દ્વારા અનેક લોકોને ફ્રેડ રિકવેસ્ટ પહોંચી હતી. સનદી અધિકારી સામેથી ફ્રેન્ડ રિકવેસ્ટ મોકલી રહ્યા હોવાનું માની ઘણા લોકોએ ગર્વ સાથે રિકવેસ્ટ સ્વીકારી ભેજાબાજોનું ઠગાઈ માટેનું પહેલું સરળ આસાન કરી દીધું હતું.

સાઇબર સેલે તપાસ શરૂ કરી

ભરૂચ જિલ્લા કલેકટર કચેરીના સૂત્રો તરફથી મળતી માહિતી અનુસાર આ આખા મામલાની જાણ ભરૂચ પોલીસને કરવામાં આવી છે. પોલીસે પણ તપાસ શરુ કરી દીધી છે. ભરૂચ પોલીસના સાઇબર સેલે IP ટ્રેસિંગના આધારે ભેજાબાજો સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ કર્યો છે. જિલ્લા કલેકટરના નામે બનેલા ફેક એકાઉન્ટથી મિત્રને મદદના નામે ચૂનો ચોપડવાના પ્રયાસ કરાયા હતા.

CRPF ઓફિસરની ઘર વખરી સસ્તી કિંમતમાં ખરીદવાની લાલચમાં લોકો છેતરાયા?

હજુ સુધી આ છેતપિંડીના ખેલમાં કેટલા લોકો અને કેટલા રૂપિયામાં છેતરાયા છે તેની સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ભેજાબાજોએ ફ્રેન્ડ રિકવેસ્ટ એક્સેપટ કરનારને મેસેજ મોકલી CRPF ના ઓફિસર સંતોષ કુમારની બદલી બાદ ઘરવખરી સસ્તી કિંમતે વેચવાની હોવાનો મેસેજ મોકલ્યો હતો. સામે સંપર્ક કરનારાઓને લોભામણી લાલચો આપી રાત પાણીએ નવડાવ્યા હતા. સામાનના ખોટા ફોટો મોકલી સસ્તી કિંમતે વેચવાની તૈયારી બતાવાઈ હતી. કેલક્ટરનું એકાઉન્ટ હોવાથી લોકોએ વાત સાચી માની પૈસા ટ્રાન્સફર કાર્ય અને ઠગાયા હતા.

 

 

 

Published On - 2:22 pm, Wed, 12 July 23