Breaking News : વડોદરામાં વીએચપી નેતા રોહન શાહની અટકાયત, ઉશ્કેરણીજનક નિવેદનનો આક્ષેપ

વડોદરામાં થયેલા  પથ્થરમારાને રાજ્યના ગૃહવિભાગે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે. અને તેથી જ SITની રચના કરીને સચોટ માહિતીના આદેશ અપાયા છે.પોલીસ કમિશનર દ્વારા રચાયેલી SIT, ક્રાઇમ બ્રાંચના DCPની અધ્યક્ષતામાં તપાસ કરશે.

Breaking News : વડોદરામાં વીએચપી નેતા રોહન શાહની અટકાયત, ઉશ્કેરણીજનક નિવેદનનો આક્ષેપ
Vadodara Vhp Leader
| Updated on: Apr 01, 2023 | 6:29 PM

વડોદરામાં વિશ્વહિંદુ પરિષદના નેતા રોહન કમલેશ શાહની અટકાયત કરાઈ છે. રોહન શાહ સહિત VHPના અન્ય સભ્યો વિરુદ્ધ ગુનો દાખલ કરાયો છે.ઉશકેરણીજનક ઉચ્ચારણો બાદ ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે, વડોદરામાં થયેલા  પથ્થરમારાને રાજ્યના ગૃહવિભાગે સમગ્ર ઘટનાની ગંભીરતાથી નોંધ લીધી છે.વડોદરામાં રામનવમીની શોભાયાત્રા પર થયેલા પથ્થરમારા બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો છે…ત્યારે હવે સમગ્ર ઘટનાની તપાસ માટે પોલીસ કમિશનર શમશેરસિંહની અધ્યક્ષતામાં SITની રચના કરવામાં આવી છે.પોલીસ કમિશનર, DCP ક્રાઇમ યુવરાજસિંહ જાડેજાના અધ્યક્ષપદે SITની રચના કરી છે…જેમાં ACP ક્રાઇમ, ACP G ડિવિઝન, ક્રાઇમ બ્રાન્ચના પીઆઈ અને સીટી પોલીસ મથકના પીઆઈનો સમાવેશ કરવામાં આવ્યો છે…એસઆઇટીની રચના ઘટનાની ઉંડાણ પૂર્વક સચોટ તપાસ થાય અને બાકીના આરોપી પર ઝડપી કડક કાર્યવાહીના હેતુથી કરાઇ છે..

 

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 6:01 pm, Sat, 1 April 23