Breaking News : Cyclone Biparjoy ને લઇ ગુજરાત સરકાર એક્શનમાં, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક

|

Jun 07, 2023 | 1:00 PM

આ ઉપરાંત આજે સાંજે 4 કલાકે વેધરવોચ કમિટીની બેઠક મળશે. જેમાં મહેસુલ સચિવ, NDRF,SDRF,હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળશે. જેમાં સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા બેઠકમાં આયોજન થશે.

Breaking News : Cyclone Biparjoy ને લઇ ગુજરાત સરકાર એક્શનમાં, સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક
Cyclone Biparjoy Gujarat Action

Follow us on

Gandhinagar : Cyclone Biparjoy ને ગુજરાત(Gujarat) સરકાર એક્શનમાં આવી છે. જેમાં સીએમ ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠક બપોરે 12 વાગે બેઠક યોજવામાં આવશે. જેમાં તેવો મહાનગરપાલિકાના અધિકારીઓ સાથે CM વિડિયો કોન્ફરન્સ કરશે. તેમજ તેની બાદ બપોરે 2 વાગે મંત્રી ઋષિકેશ પટેલ બેઠક યોજાશે. જેમાં તેવો તમામ જિલ્લા કલેકટર સાથે ઋષિકેશ પટેલ વિડિયો કોન્ફરન્સ કરશે.

આ ઉપરાંત આજે સાંજે 4 કલાકે વેધરવોચ કમિટીની બેઠક મળશે. જેમાં મહેસુલ સચિવ, NDRF,SDRF,હવામાન વિભાગના ઉચ્ચ અધિકારીઓની બેઠક મળશે. જેમાં સંભવિત વાવાઝોડાની અસરને પહોંચી વળવા બેઠકમાં આયોજન થશે. તેમજ બેઠકમાં ઝીરો કેઝ્યુલિટીના ટાર્ગેટ સાથે સંપૂર્ણ આયોજન કરવા અંગે ચર્ચા થશે તેમજ અન્ય એજન્સીઓની મદદ લેવા બેઠકમાં ચર્ચા થશે.

લો- ડ્રીપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા

અરબી સમુદ્રમાં સર્જાયેલા લો- ડ્રીપ્રેશનના કારણે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોને એલર્ટ કરાયા છે. સૌરાષ્ટ્રના તમામ બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે.. જામનગરના બેડીબંદર, નવાબંદર, રોઝીબંદર, સિકકા, દેવભુમિ દ્રારકા જીલ્લાના ઓખા બંદર, સલાયા બંદર વાડીનાર , પોરબંદર જીલ્લાના પોરબંદર નવીબંદર સહીતના બંદરો પર 2 નંબરનુ સિગ્નલ લગાવવામાં આવ્યુ છે. માછીમારોને દરીયો ના ખેડવા સુચના આપવામાં આવી છે. સામાન્ય રીતે દર વર્ષે 10 મી જુનથી દરિયો ખેડવા પર પ્રતિબંધ હોય છે.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

પરંતુ આ વખત વરસાદની આગાહી થતા હાલથી દરીયામાં જવા પર પ્રતિબંધ મુકાયો છે. દરીયા કાંઠા વિસ્તારને પણ એલર્ટ કરાયા છે.. બંદર પર વરસાદ ભારે વરસાદ કે વાવાઝોડાની આગાહી મુજબ એક થી અગિયાર નંબર સિગ્નલો લાગતા હોય છે. જેમાં રાત અને દિવસ મુજબ અલગ-અલગ સિગ્નલ હોય છે. રાત્રીના લાઈટીંગ મુજબ હોય છે. દિવસ દરમિયાન નિશાન પર લગાવામાં આવતા હોય છે.

માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી

જ્યારે કે 8 જૂનના રોજ તે અતિ તીવ્ર ચક્રવાતી તોફાનમાં પરિવર્તિત થવાની શક્યતા હવામાન વિભાગે કરી છે.અરબ સાગરમાં ‘બિપરજોય’ વાવાઝોડાની શક્યતાને પગલે તંત્ર એલર્ટ બન્યું છે.ગુજરાતના પોરબંદર અને જાફરાબાદ સહિતના બંદરો પર 2 નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. આ સાથે જ માછીમારોને દરિયો ન ખેડવા માટે પણ સૂચના આપવામાં આવી છે.

વાવાઝોડાને કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે. આ ભારે વરસાદની શક્યતાને પગલે SDRFની ટીમોને પણ એલર્ટ કરી દેવામાં આવી છે.તો સ્થાનિક સ્તરે અધિકારીઓને પણ સતર્ક રહેવા માટે સૂચનાઓ આપવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ હાલ ઉત્તર પશ્ચિમ તરફ ડિપ્રેશન બનીને વાવાઝોડું આગળ વધી રહ્યું છે. જેની અસર ગુજરાત અને મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં જોવા મળી શકે છે. ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદનું અલર્ટ અપાયું છે.

ગાંધીનગર શહેર સહિત ગુજરાતના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

Published On - 11:53 am, Wed, 7 June 23

Next Article