Breaking News: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

|

Aug 09, 2023 | 5:52 PM

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી છે. બંને પક્ષે દલીલો ગત સુનાવણીમાં પૂર્ણ થઈ હતી. સરકારી વકીલે ધારદાર દલીલ કરતા કહ્યું હતું કે જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શકયતા છે.

Breaking News: ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે નામંજૂર કરી

Follow us on

અમદાવાદના ચકચારી ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં પ્રજ્ઞેશ પટેલની જામીન અરજી કોર્ટે ના મંજૂર કરી છે. પ્રજ્ઞેશ પટેલે ગ્રામ્ય સેશન્સ કોર્ટમાં કરેલી જામીન અરજી ના મંજૂર થઈ છે. બંને પક્ષે દલીલો ગત સુનાવણીમાં પૂર્ણ થઈ હતી. સરકારી વકીલે ધારદાર દલીલ કરતા કહ્યું હતું કે જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શકયતા છે. પ્રજ્ઞેશ પટેલ પર અન્ય ગુનાઓ પણ હોવાથી જામીન ના આપવા દલીલ કરી હતી. બચાવ પક્ષના વકીલે ગત સુનાવણીમાં દલીલમાં કહ્યું હતું કે પુત્રને બચાવવા માટે પિતાએ પોતાની ફરજ નિભાવી હતી.

અમદાવાદના ઇસ્કોન અકસ્માત (ISKCON bridge accident) કેસમાં આજે તથ્યના પિતા પ્રજ્ઞેશ પટેલના જામીન અંગે મહત્વનો ચુકાદો સામે આવ્યો છે. ગત સુનાવણીમાં કોર્ટમાં બંને પક્ષો તરફથી ધારદાર દલીલો કરવામાં આવી હતી. જેમાં પ્રજ્ઞેશ પટેલના વકીલ તરફથી દલીલ કરવામાં આવી હતી કે, એક પિતા તરીકે પુત્રને બચાવવાની તેમની ફરજ હતી. આથી તેઓએ માત્ર પોતાના પુત્રને બચાવવા માટેના જ પગલાં ભર્યા હતા. આથી પ્રજ્ઞેશ પટેલ પર લાગુ કરવામાં આવેલી અમુક કલમો આ કેસમાં લાગુ પડતી જ નથી.

મહત્વનુ છે કે ગત 19 જુલાઈના રોજ તથ્ય પટેલે પોતાની જગુઆર કાર વડે ઇસ્કોન બ્રિજ પર 9 લોકોને કચડી માર્યા હતા. જે બાદ લોકોના ટોળાએ તથ્ય પટેલને મેથીપાક ચખાડ્યો હતો. આ સમયે તથ્ય પટેલના પિતા પ્રજ્ઞેશ પટેલ આવી ચડ્યા હતા અને રિવોલ્વર વડે લોકોને ધમકી આપીને પોતાના પુત્રને છોડાવીને લઈ ગયા હતા. આથી પ્રજ્ઞેશ પટેલ વિરુદ્ધ પણ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. હાલ તથ્ય પટેલ અને પ્રજ્ઞેશ પટેલ બન્ને સાબરમતી જેલમાં છે.

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

ઘટનાસ્થળે 9 લોકોના મૃતદેહ પડ્યા હતી. તેઓ કોઈની માફી માગવાના બદલે પોતાના પુત્રને લઈને ઘટના સ્થળેથી ભાગી ગયા હતા. સરકારી વકીલે પ્રજ્ઞેશનો ગુનાહિત ઈતિહાસ પણ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો. જેમાં તેમના વિરુદ્ધ વેજલપુર અને રાણીપમાં 1-1, સોલામાં 3, મહેસાણામાં 1 અને મહિલા પોલીસ મથકે 2 ગુના નોંધાયા હોવાનું જણાવ્યું હતું.

આ પણ વાંચો : ગુજરાત સાયન્સ સિટી ખાતે એપ ડેવલપર્સ માટેના ઈન્ટરેક્ટિવ સ્કિલ બિલ્ડિંગ કાર્યક્રમ ‘કનેક્ટ વિથ ગૂગલ’ નો પ્રારંભ

હવે આજે આ કેસમાં ગ્રામ્ય કોર્ટે આ ઘટનામાં તથ્યના પિતાની જમીન અરજી ફગાવી છે. ખાસ કરીને જામીન મળશે તો સાક્ષીઓને હાની પહોંચવાની શકયતા છે તેવી દલીલો પણ કરવામાં આવી હતી.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:46 pm, Wed, 9 August 23

Next Article