ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના શાસનના 100 દિવસ પૂર્ણ થયા છે. ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
CM Bhupendra Patel
Follow us on
ગુજરાતમાં સીએમ ભૂપેન્દ્ર પટેલનું બીજી ઇનિંગમાં 100 દિવસનું શાસન પૂર્ણ થયું છે. આ પ્રંસગે સીએમ ભૂપેન્દ્ર પટેલે સંબોધન કરતા કહ્યું છે કે ગુજરાતની જનતાએ હંમેશા વિશ્વાસ મૂક્યો છે. તેમણે 12 ડિસેમ્બર 2022ના રોજ ભૂપેન્દ્ર પટેલે સૌથી નાના મંત્રીમંડળ સાથે શપથ ગ્રહણ કર્યા હતા.આજે 100 દિવસ પૂર્ણ થયાની રાજ્ય સરકાર ઉજવણી કરી રહી છે.રાજ્ય સરકાર ગુજરાતના સર્વાંગી વિકાસનો દાવો કરી રહી છે.ઐતિહાસિક બજેટથી માંડીને અંતરિયાળ વિસ્તારના વિકાસનો સરકાર દાવો કરી રહી છે.
સગર્ભા અને પ્રસૂતા માતા માટે ‘મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના’
વલસાડના લોકોની પાણીની સુવિધા માટે એસ્ટોલ પ્રોજેક્ટ
કાયદાના રક્ષણ માટે e-FIR દ્વારા પોલીસ ફરિયાદની સુવિધા
પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે સરકારની પ્રોત્સાહક યોજના
માલધારી અને પશુપાલકો માટે ગૌમાતા પોષણ યોજના
રાજ્યમાં આરોગ્યલક્ષી સેવાઓ અદ્યતન બનાવવી
સરહદી સુરક્ષાઓ વધુ સઘન બનાવવા નિર્ણય
રાજ્યની આંતરીક સુરક્ષાઓ સુદ્રઢ કરવી
ગુજરાતમાં ભૂપેન્દ્ર પટેલ સરકારના 100 દિવસ પૂર્ણ થશે. ગાંધીનગરમાં 12 ડિસેમ્બર 2022 ના રોજ હેલિપેડ ગ્રાઉન્ડમાં શપથવિધિ સમારંભમાં ભૂપેન્દ્ર પટેલે મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. ભૂપેન્દ્ર પટેલે શપથ ગ્રહણ કર્યા ત્યારબાદ કનુ દેસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ તેમજ બળવંતસિંહ રાજપૂતે મંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યા હતા.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…