રાજકોટના પારડીમાંથી LPG ગેસ સિલિન્ડરની કાળાબજારી અને રિફિલિંગ કરતા 2 શખ્સ ઝડપાયા છે. મળતી માહિતી મુજબ ચૂલા રીપેરિંગની આડમાં સિલિન્ડરની કાળાબજારી કરી રહ્યા હોવાની પ્રાથમિક માહિતી મળી છે.
રાજકોટ જિલ્લામાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો મોટો પર્દાફાશ થયો છે. શાપર પોલીસને મળેલી બાતમીના આધારે પારડી વિસ્તારમાં છાપો મારતા LPG સિલિન્ડરની ગેરકાયદે રિફિલિંગ અને વેચાણનું કૌભાંડ બહાર આવ્યું. આરોપીઓ ચુલા રીપેરીંગના ધંધાની આડમાં સિલિન્ડરનું ગેરકાયદે રિફિલિંગ કરતા હોવાનું તપાસમાં સામે આવ્યું છે.
LPG સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ
પોલીસે દરોડા દરમિયાન કુલ 87 ગેસ સિલિન્ડર કબ્જે કર્યા હતા. તપાસમાં ખુલ્યું કે સિલિન્ડર ગેરકાયદે રીતે ભરીને વેચવામાં આવતા હતા, જેના કારણે સુરક્ષા માટે મોટો ખતરો ઉભો થતો હતો. આ સમગ્ર કૌભાંડ સ્થાનિક ગેસ એજન્સી સાથે સંકળાયેલ હોવાની પણ શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
2 શખ્સની કરાઈ ધરપકડ
આ મામલે પોલીસે બે શખ્સોને ઝડપી પાડ્યા છે. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ રવિરંજન બિંદ અને રાજીવકુમાર બિંદ હોવાનું સામે આવ્યું છે. બંને આરોપીઓ મૂળ બિહાર રાજ્યના રહેવાસી હોવાનું પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે.
પોલીસે બંને સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. કાળાબજારીના જાળમાં અન્ય લોકો સંકળાયેલા છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે. પોલીસના જણાવ્યા મુજબ આવી ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી
રાજકોટ જિલ્લાના શાપર નજીક પારડી વિસ્તારમાં ગેસ સિલિન્ડરની કાળાબજારીનો પર્દાફાશ થયો છે. સ્થળ પરથી કુલ 87 ગેસ સિલિન્ડર કબ્જે કરવામાં આવ્યા હતા. તપાસમાં સામે આવ્યું કે સિલિન્ડર ગેરકાયદે રીતે ભરીને વેચવામાં આવતા હતા અને આ કામમાં ગેસ એજન્સી સાથે જોડાણ હોવાની શંકા પણ વ્યક્ત કરવામાં આવી રહી છે. પોલીસે રવિરંજન બિંદ અને રાજીવકુમાર બિંદ નામના બંને આરોપીઓને ધરપકડ કરી છે, જે મૂળ બિહારના રહેવાસી હોવાનું સામે આવ્યું છે, અને સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ગુજરાત સ્ટાફ નર્સ ભરતી… વિવાદના ઘેરામાં, ડિસક્વોલિફાઈડ ઉમેદવારને નિમણૂક પત્ર મળ્યાનો આક્ષેપ, જુઓ Video, આ સ્ટોરી વાંચવા અહીં ક્લિક કરો