Breaking News : મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, GMERS મેડિકલ કોલેજનો ફી વધારો મોકૂફ રખાયો

રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી 13 મેડિકલ કોલેજોની 2100 બેઠક પર ફી વધારો કરાયો હતો. જે વાલીઓના વિરોધ બાદ મોકૂફ રખાયો છે.

Breaking News : મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, GMERS મેડિકલ કોલેજનો ફી વધારો મોકૂફ રખાયો
medical college
| Edited By: | Updated on: Aug 08, 2023 | 6:30 PM

GMERS : મેડિકલ કોલેજના (Medical College) વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વાલીઓના વિરોધ બાદ GMERS મેડિકલ કોલેજનો ફી વધારો મોકૂફ રખાયો છે. સરકારી ક્વોટામાં 66.66 ટકાનો ફી વધારો કરાયો હતો. જે વાલીઓના વિરોધ બાદ ફી વધારો મોકૂફ રખાયો છે. 13 GMERS કોલેજની 2100 બેઠક પર ફી વધારો કરાયો હતો.

આ પણ વાંચો Gujarati Video : 2017માં મુંબઈ-દિલ્લી ફ્લાઈટને હાઇજેક કરવાના કેસમાં બિરજુ સલ્લાને હાઈકોર્ટે નિર્દોષ જાહેર કર્યો

વાલીઓના વિરોધના પગલે ફી વધારો મોકૂફ રખાયો

રાજ્ય સરકારની ગુજરાત મેડિકલ એજ્યુકેશન એન્ડ રીસર્ચ સોસાયટી (GMERS) હેઠળ ખાનગી અને અર્ધસરકારી એવી 13 મેડિકલ કોલેજોની MBBS કોર્સની ચાલુ શૈક્ષણિક વર્ષ 2023- 2024ની ફીની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં મેનેજમેન્ટ ક્વોટાની બેઠકો માટે 17 લાખ, સરકારી ક્વોટાની બેઠકો માટે 5.50 લાખ તથા NRI ક્વોટાની બેઠકો માટે 25 હજાર યુએસ ડોલર ફી નક્કી કરવામાં આવી હતી. આ બેઠકો પર સરકારી ક્વોટામાં 66.66 ટકા જેટલો ફી વધારો કરવામાં આવ્યો હોવાથી વાલીઓએ વિરોધ નોંધાવ્યો હતો. જેના પગલે હાલ ફી વધારો મોકૂફ રાખવામાં આવ્યો છે.

GMERS દ્વારા ગુજરાતમાં આવેલી ખાનગી અને અર્ધસરાકરી મેડિકલ કોલેજોની ફી નક્કી કરવામાં આવી હતી. જેમાં સરકારી ક્વોટામાં 66.66 ટકા જેટલો વધારો કરવામાં આવ્યો હતો. જેને લઈને વાલીઓ વિરોધ કરી રહ્યા હતા. ત્યારે વાલીઓના વિરોધના પગલે હાલ ફી વધારો મોકૂફ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

અમદાવાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 5:53 pm, Tue, 8 August 23