Breaking News : સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદ મામલે સાધુ સંતોનો મોટો નિર્ણય, સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારની કરી જાહેરાત

|

Sep 03, 2023 | 1:47 PM

લંબે નારાયણ આશ્રમ ખાતે આયોજીત બેઠકમાં ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, હનુમાનજીને દાસ બતાવી સાધુ સંતોને ઠેસ પહોંચાડી છે. ભીંતચિત્ર હટવું જોઈએ તેવી સાધુ સંતોની માગ છે. હનુમાનજીના અપમાનથી સનાતની સંતોની લાગણી દુભાઇ છે. આ બેઠકમાં સ્વામિનારાયણ મંદિરમાં નહિ જવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

Breaking News : સાળંગપુર હનુમાનજીના ભીંતચિત્રોના વિવાદ મામલે સાધુ સંતોનો મોટો નિર્ણય, સ્વામિનારાયણ સંપ્રદાયના બહિષ્કારની કરી જાહેરાત
Salangpur Temple Controversy

Follow us on

Salangpur Temple Controversy : સાળંગપુરમાં હનુમાનજીના ભીતચિત્રોને લઈ વિવાદ વકરી રહ્યો છે. હનુમાનજીના અપમાનને લઈ સંતો અને સનાતની સમાજમાં આક્રોશ વધ્યો છે. સનાતની સાધુ-સંતો સમગ્ર વિવાદ મુદ્દે અમદાવાદના લંબે નારાયણ આશ્રમમાં બેઠક યોજી હતી. આ બેઠકમાં સાધુ સંતોએ સ્વામિનારાયણ સંપ્રદાયના કોઈપણ કાર્યક્રમમાં નહિ જવા તેમજ સ્વામિનારાયણ મંદિરમાં નહિ જવાનો સંકલ્પ લેવામાં આવ્યો છે.

આ પણ વાંચો Botad: સાળંગપુરધામમાં હનુમાનજીના વિવાદી ભીંતચિત્રો સામે આવતા રાજ્યભરના સાધુસંતોએ આપી આકરી પ્રતિક્રિયા, વાંચો વિવાદ પર કોણ શું બોલ્યુ

સાળંગપુર વિવાદમાં સનાતન ધર્મના સંતોએ સૌથી આકરો નિર્ણય કર્યો છે. સ્વામિનારાયણ સંપ્રદાય વિરૂદ્ધ સનાતન ધર્મના સંતોએ ભગવાન રામના શપથ લીધા હતા અને સ્વામિનારાયણ સંપ્રદાયનો સામુહિક બહિષ્કારનો નિર્ણય લીધો હતો. જેમાં સનાતન ધર્મના સંતો સ્વામિનારાયણ સંપ્રદાયના સંતોને મંચ પર નહીં બેસવા દે તેમજ સનાતન ધર્મના સંતોની બેઠકમાં સ્વામિનારાયણ સંપ્રદાયની પાકિસ્તાન સાથે તૂલના કરવામાં આવી હતી.

રણજી ટ્રોફીમાં રિષભ પંત અને વિરાટ કોહલીમાંથી કોનો રેકોર્ડ વધુ સારો છે?
બોલીવુડની સ્ટાર કિડ કચ્છની મુલાકાતે, જુઓ ફોટો
23 વર્ષની ઉંમરે ગ્લેમર છોડીને સંન્યાસી બની હતી આ અભિનેત્રી, જુઓ ફોટો
Health Tips : શિયાળામાં પિસ્તા ખાવા જોઈએ ? જાણો
Gold : ભારતમાં ક્યા રાજ્ય પાસે વધુ સોનું અને દૂનિયામાં કોણ આગળ?
WhatsApp સ્ટોરી પર પણ કરો ઇન્સ્ટાગ્રામ અને ફેસબુકની જેમ મેન્શન

લંબે નારાયણ આશ્રમ ખાતે બેઠકમાં 11 મહત્વના મુદ્દાઓ પર ચર્ચા

અમદાવાદના લંબે નારાયણ આશ્રમના સંત સંમેલનમાં મહામંડલેશ્વર વિશ્વેશ્વરી ભારતીજી માતા, કલ્યાણનંદ ભારતી બાપુ, સરખેજના ઋષિ ભારતી બાપુ સહિતના સંતો ઉપસ્થિત રહ્યા હતા. લંબે નારાયણ આશ્રમ ખાતે આયોજીત બેઠકમાં 11 મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી.

લંબે નારાયણ આશ્રમ ખાતે આયોજીત બેઠકમાં ઋષિ ભારતી બાપુએ જણાવ્યું હતું કે, હનુમાનજીને દાસ બતાવી સાધુ સંતોને ઠેસ પહોંચાડી છે. ભીંતચિત્ર હટવું જોઈએ તેવી સાધુ સંતોની માગ છે. હનુમાનજીના અપમાનથી સનાતની સંતોની લાગણી દુભાઇ છે.

આ વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું છે, તે જોતા હવે સમાધાનકારી વલણની તાત્કાલિક જરૂર છે. સનાતન ધર્મના સંતોએ બેઠકનો દોર શરૂ થયો છે. મંગળવારે સુરેન્દ્રનગરના લીંબડીમાં શ્રી સૌરાષ્ટ્ર નિમ્બાર્ક પીઠ ખાતે સંતો-મહંતો એકઠા થશે. આ સંમેલનમાં ગુજરાત સહિત સમગ્ર દેશના સંતો-મહંતો હાજરી આપશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published On - 10:57 am, Sun, 3 September 23

Next Article