Breaking News : તોડકાંડના આરોપી યુવરાજ સિંહને રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયો

|

May 01, 2023 | 4:33 PM

ભાવનગરમાં તોડકાંડ ના આરોપી યુવરાજસિંહ ને પોલીસ દ્વારા કોર્ટ માં રજૂ કરાતા કોર્ટે યુવરાજસિંહ ને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. જ્યારે યુવરાજસિંહ જેલ માં જતા પહેલા કહ્યું કે આ અસત્ય સામે સત્યની લડાઈ છે. આ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નથી, લડાઈ શરૂ રહેશે, હજુ ઘણું આવવાનું બાકી છે. જ્યારે પોલીસના કબજામાંથી યુવરાજસિંહ નીકળતા જ હુકાર કર્યો છે.

Breaking News : તોડકાંડના આરોપી યુવરાજ સિંહને રિમાન્ડ પૂર્ણ થતાં જેલ હવાલે કરાયો
Yuvrajsinh Jail

Follow us on

ગુજરાતના ભાવનગરમાં તોડકાંડના આરોપી યુવરાજસિંહ ને પોલીસ દ્વારા કોર્ટ માં રજૂ કરાતા કોર્ટે યુવરાજસિંહ ને જેલ હવાલે કરવાનો હુકમ કર્યો છે. જ્યારે યુવરાજસિંહ જેલમાં જતા પહેલા કહ્યું કે આ અસત્ય સામે સત્યની લડાઈ છે. આ અલ્પવિરામ છે પૂર્ણ વિરામ નથી, લડાઈ શરૂ રહેશે, હજુ ઘણું આવવાનું બાકી છે. જ્યારે પોલીસના કબજામાંથી યુવરાજસિંહ નીકળતા જ હુકાર કર્યો છે. યુવરાજસિંહ સાથે તોડકાંડ ના આરોપી કાનભા અને અલફઝ ઉર્ફે રાજુને પણ જેલ હવાલે કરવામાં આવ્યા છે.

આ અગાઉ આ કેસમાં કોર્ટે સાત દિવસના મંજૂર રિમાન્ડ કર્યા હતા

ઉલ્લેખનીય છે કે, તોડકાંડમાં યુવરાજ સિંહ અને તેના સાળા કાનભાના 29 એપ્રિલના રોજ બે દિવસના રીમાન્ડ મંજૂર કરવામાં આવ્યા હતા. પોલીસે પાંચ દિવસના રિમાન્ડની કરી હતી માંગણી કરી હતી. આ અગાઉ આ કેસમાં કોર્ટે સાત દિવસના મંજૂર રિમાન્ડ કર્યા હતા.

નોંધનીય છે કે  આ પૂર્વે પણ  તોડકાંડમાં સંડોવાયેલા છઠ્ઠા આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.  SITની ટીમે અલફાઝખાન પઠાણ ઉર્ફે રાજુને ઝડપી પાડ્યો હતો.  અલફાઝ ઉપર બે લોકો પાસેથી બળજબરીપૂર્વક રૂપિયા પડાવવાનો આરોપ છે. અલફાઝે PK દવે પાસે 45 લાખ અને પ્રદિપ બારૈયા પાસેથી 55 લાખ લીધાનો આરોપ છે.

Money Plant : સીડી નીચે મની પ્લાન્ટ રાખવો સારું છે કે ખરાબ?
Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !

અલફાઝે બંને સાથે એક કરોડમાં ડીલ કરી હતી

અલફાઝે બંને સાથે એક કરોડમાં ડીલ કરી હતી. યુવરાજસિંહ સહિત તોડકાંડમાં છ સામે ફરિયાદ દાખલ થઈ હતી. જે પૈકી તોડકાંડના 5 આરોપીની અગાઉ ધરપકડ થઈ ચુકી છે. આ તમામ આરોપીઓ પાસેથી અત્યાર સુધીમાં 76 લાખ 50 હજારની રકમ પણ જપ્ત કરવામાં આવી છે.

ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો

ભાવનગર ડમીકાંડની તપાસને રેલો હવે તોડકાંડમાં પરીણમ્યો છે. યુવરાજસિંહે ડમીકાંડમાં બે આરોપીઓના નામ જાહેર ન કરવા માટે બંને આરોપીઓ પાસેથી 1 કરોડનો તોડ કર્યો હોવાનો ખૂલાસો થયો છે. જેમા યુવરાજસિંહ સહિતના તેના બે સાળાના નામ પણ સામે આવ્યા છે. આ સમગ્ર કેસમાં રોજ નવા-નવા ખૂલાસા થઈ રહ્યા છે. ત્યારે યુવરાજસિંહના સગા સાળા શિવુભા ગોહિલે ભાવનગરના નીલમબાગ પોલીસ સ્ટેશનમાં સરેન્ડર કર્યુ છે. યુવરાજ સામે 1 કરોડની ખંડણી લેવાના આરોપ લાગ્યા છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 4:20 pm, Mon, 1 May 23

Next Article