Breaking News: અમદાવાદમાં IPL ક્રિકેટ સટ્ટાના દુબઈ કનેક્શનનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે કરી 12 આરોપીની ધરપકડ

|

Apr 24, 2023 | 11:31 PM

અમદાવાદમાં IPL સટ્ટાના દુબઇના તારનો પર્દાફાશ થયો છે અને પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે.મુખ્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે રવી મારવાડી , દિલીપ સોલંકી અને જીતુ માલી ફરાર છે.

Breaking News: અમદાવાદમાં IPL ક્રિકેટ સટ્ટાના દુબઈ કનેક્શનનો પર્દાફાશ, ક્રાઇમ બ્રાન્ચે કરી 12 આરોપીની ધરપકડ

Follow us on

અમદાવાદમાં IPL સટ્ટાના દુબઇના તારનો પર્દાફાશ થયો છે અને પોલીસે 12 આરોપીની ધરપકડ કરી છે. મુખ્ય આરોપી રવિન્દ્ર ઉર્ફે રવી મારવાડી , દિલીપ સોલંકી અને જીતુ માલી ફરાર છે.

આઈપીએલ સટ્ટાનાં દુબઈ કનેકશનનો પર્દાફાશ

અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે આઇપીએલ સટ્ટામાં ક્રાઇમ બ્રાન્ચે 12 આરોપીની ધરપકડ કરી હતી. ક્રાઇમ બ્રાન્ચે આ ઘટનામાં 10 રાજસ્થાનના અને 2 ઉત્તર પ્રદેશના આરોપીની ધરપકડ કરી છે. ચાંદખેડાના એક બંગલામાં ચાલતી આ સટ્ટાબાજીમાં યુએઇ તથા નેપાળની ચલણી નોટો મળી આવી છે.

પોલીસને આ તપાસમાં સટ્ટાના વ્યવહારોની બુક પણ મળી આવી છે. જોકે આ ઘટનામાં સટ્ટા રેકેટના મુખ્ય આરોપીરવિન્દ્ર ઉર્ફે રવી મારવાડી , દિલીપ સોલંકી અને જીતુ માલી ફરાર છે. પ્રાથમિક માહિતી અનુસાર ત્રણેય બુકીઓએ બીજા લોકોને દુબઈ ખાતે ટ્રેનિંગ આપીને તૈયાર કર્યા હતા અને ચાંદખેડામાં બંગલો ભાડે લઇને સટ્ટો રમાડતા હતા.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

 

માર્ચ માસમાં  સટ્ટા કાંડ આવ્યો હતો સામે

ઉલ્લેખનીય છે કે  IPL શરૂ થાય તે પહેલા જ  માર્ચ માસમાં  અમદાવાદના માધવપુરા વિસ્તારમાં PCBની ટીમે ઇન્ટરનેશનલ ક્રિકેટ સટ્ટાના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. જેમાં સટ્ટાના વ્યવહારો 1800 કરોડથી વધીને 5 હજાર કરોડ સુધીના પહોંચ્યા હતા અને સમગ્ર કેસની તપાસ માટે SIT બનાવવામાં આવી હતી.. SITમાં બે પીઆઇ, એક પીએસઆઇ, એક સીએ અને એક લીગલ ઓફિસરનો સમાવેશ કરવામાં આવ્યો હતો. કૌભાંડમાં પોલીસને મળેલા વ્યવહારો અને ડેટા પર એનાલિસીસ થઈ રહ્યું છે. ક્રિકેટ સટ્ટાના તાર દુબઈ સુધી પહોંચ્યા છે. જેના કારણે ઇડી, હોમ મિનિસ્ટ્રી, એક્સ્ટર્નલ અફેર સહિતના વિભાગોને જાણ કરવામાં આવી હતી.

 

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 8:17 pm, Mon, 24 April 23

Next Article