Breaking News : અમદાવાદનો વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, મહાનગરપાલિકાના ચાર ઇજનેરને સસ્પેન્ડ કરાયા

|

Apr 15, 2023 | 6:12 PM

આ અંગેની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને કરી છે. આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના ચાર ઇજનેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

Breaking News : અમદાવાદનો વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ તોડી પડાશે, મહાનગરપાલિકાના ચાર ઇજનેરને સસ્પેન્ડ કરાયા

Follow us on

અમદાવાદનો ઘણા સમયથી વિવાદોમાં રહેલો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગેની જાહેરાત અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર એમ થેન્નારસને કરી છે. આ સાથે જ અમદાવાદ મહાનગરપાલિકાના ચાર ઇજનેરને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ બેથી અઢી વર્ષમાં નવો બ્રિજ તૈયાર કરવાની માહિતી પણ આપવામાં આવી છે.

આ પણ વાંચો-Gujarati Video: Banaskantha: 22 પાડાની થઈ ચોરી, પાંજરાપોળનો દરવાજો તોડી પશુઓને લઈ જતા જીવદયા પ્રેમીઓમાં વ્યાપ્યો રોષ

40 કરોડ રુપિયાના ખર્ચે બનેલો અમદાવાદનો હાટકેશ્વર બ્રિજ અંતે તોડી પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક્સપર્ટ કમિટીના રિપોર્ટમાં બ્રિજની કામગીરી નબળી હોવાનું ખુલ્યુ છે. ત્યારે આ બ્રિજને હવે તોડી પાડવામાં આવશે. તો એજન્સી અને કન્સ્ટ્રક્શન એજન્સી સામે કાર્યવાહી કરવામાં આવશે. તો સાથે જ આ કેસમાં પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવશે તેવુ પણ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ છે.

IPL 2024માં સુનિલ નારાયણની બેટિંગનો જાદુ, જુઓ ક્યારે શું કર્યું
રસોડાના ફ્લોર પર પડેલા સિલિન્ડરના ડાઘ આ રીતે કરો સાફ
SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો

બ્રિજનો ખર્ચ હાલના નવા કોન્ટ્રાક્ટર પાસેથી લેવાનો નિર્ણય

મનપાના 4 ઇજનેરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. સાથે જ બે એજન્સીઓને બ્લેક લિસ્ટ કરવામાં આવી હોવાનું પણ મ્યુનિસિપલ કમિશનર દ્વારા જણાવવામાં આવ્યુ છે. તો નવા બ્રિજનો ખર્ચ હાલના કોન્ટ્રાક્ટર પાસેથી લેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

અમદાવાદ શહેરના હાટકેશ્વર વિસ્તારમાં આવેલ ફોર-લેન ફ્લાયઓવરનું ઉદ્ઘાટન 2017માં કરવામાં આવ્યુ હતું. પરંતુ ગણતરીના સમયમાં જ તે બ્રિજ જર્જરિત થઈ ગયો હતો. 40 કરોડ રુપિયાના ખર્ચે તૈયાર કરવામાં આવેલો ફ્લાયઓવર ટ્રકોનું ભારણ ઉઠાવવા માટે સક્ષમ નહોતો. જેના પરિણામે ટ્રાફિકના લોડ તેમજ બ્રિજ સુપરસ્ટ્રક્ચરના વજનને ટ્રાન્સફર કરતી સ્ટ્રક્ચરલ ડિવાઈસને નુકસાન પહોંચ્યું હતુ. એટલુ જ નહીં એક પછી એક અનેક વાર બ્રિજ પર ગાબડા પડવાની ઘટનાઓ પણ સામે આવી હતી.

5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરાયો

હાટકેશ્વર બ્રિજનું કામ વર્ષ 2015માં શરૂ કરી દેવામાં આવ્યુ હતુ. 30 નવેમ્બર, 2017ના રોજ બ્રિજ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. 5 વર્ષમાં આ બ્રિજ 5 વખત બંધ કરવામાં આવ્યો છે. ઓછામાં ઓછા 50 વર્ષ સુધી બ્રિજનું સ્ટ્રક્ચર ટકી રહે તેવી રીતે નિર્માણનો દાવો કરવામાં આવ્યો હતો. જો કે બ્રિજ બન્યા બાદ સૌ પ્રથમ વખત માર્ચ 2021માં તેમાં ગાબડું પડ્યુ હતુ. અત્યાર સુધીમાં કુલ 5 વખત ગાબડાં પડ્યા છે. જો કે ઓગસ્ટ 2022માં સલામતીને ધ્યાને રાખી બ્રિજ બંધ કરાયો હતો.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

 

Published On - 5:36 pm, Sat, 15 April 23

Next Article