
અમદાવાદના ટ્રાફિકથી ધમધમતા સી.જી. રોડ પર 50 લાખની ચીલઝડપની ઘટના બની છે. જેમાં આર. અશોક આંગડિયા પેઢીનો કર્મચારી સાંજે સાડા ચાર કલાકે એક્ટિવા પર રૂપિયા ભરેલો થેલો લઈ જતો હતો. ત્યારે બાઈક પર હેલમેટ પહેરી આવેલા બે શખ્સો ઝપાઝપી કરી રૂપિયા ભરેલો થેલો ઝૂંટવીને ફરાર થઈ ગયા હતા. આંગડિયા પેઢીનો કર્મચારી આલિશ આંગડિયા પેઢીથી એક કરોડ લઈને નીકળ્યો હતો. એક બ્રાંચ પર 50 લાખ રૂપિયા આપીને સી.જી.રોડ સ્થિત બીજી ઓફિસે જતો હતો. ત્યારે લાલ બંગલા નજીક ચીલઝડપની ઘટના બની..જેની જાણ થતા જ પોલીસે કર્મચારીની કોલ ડિટેઈલ અને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ હાથ ધરી છે. આર.અશોક આંગડિયા પેઢીના કર્મચારી વીરેન્દ્ર દવેએ કરેલી ફરિયાદ બાદ નવરંગપુરા પોલીસ અને ક્રાઈમ બ્રાંચની ટીમ પણ તપાસમાં જોડાઈ છે
Published On - 7:23 pm, Fri, 28 April 23