Breaking News : અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો, સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયા 5.06 નો ઘટાડો

|

Apr 08, 2023 | 12:09 AM

અદાણી ગેસે CNG અને PNC ગેસના ના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. જેમાં સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયામાં 5.06 નો ઘટાડો કર્યો છે. જેના લીધે રિક્ષાચાલકોને મોટી રાહત મળશે. તેમજ પીએનજી ગેસનો ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં પણ ઘટાડો થશે.

Breaking News : અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો, સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયા 5.06 નો ઘટાડો
AdanI Gas

Follow us on

ગુજરાતમાં અદાણી ગેસે CNG અને PNG ગેસના ભાવમાં મોટો ઘટાડો કર્યો છે. જેમાં સીએનજીના કિલોએ રૂપિયા 8. 13 અને પીએનજીમાં રૂપિયામાં 5.06 નો ઘટાડો કર્યો છે. સીએનજીમાં ભાવ ઘટાડાને  લીધે રિક્ષાચાલકોને મોટી રાહત મળશે. તેમજ પીએનજી ગેસનો ભાવ ઘટતા ગૃહિણીઓના બજેટમાં પણ ઘટાડો થશે.

ઉલ્લેખનીય છે કે, CNG-PNG જેવા પ્રાકૃતિક ગેસના ભાવમાં નજીકના ભવિષ્યમાં ઘટાડો થઈ શકે છે. વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં કેબિનેટે પ્રાકૃતિક ગેસની કિંમતો નક્કી કરવાની નવી ફોર્મ્યુલાને ગુરુવારે મંજૂરી આપી  હતી. કેબિનેટ દ્વારા મંજૂર કરાયેલી નવી ફોર્મ્યુલા હેઠળ હવે સ્થાનિક કુદરતી ગેસની કિંમત ભારતીય ક્રૂડ બાસ્કેટની કિંમતના આધારે નક્કી કરવામાં આવશે. જ્યારે, અત્યાર સુધી સ્થાનિક કુદરતી ગેસની કિંમત વિશ્વના ચાર મુખ્ય ગેસ ટ્રેડિંગ હબ – હેનરી હબ, અલ્બેના, નેશનલ બેલેન્સિંગ પોઈન્ટ યુકે અને રશિયન ગેસના ભાવના આધારે નક્કી કરવામાં આવતી હતી.

શનિવારથી CNG અને PNGના ભાવમાં ઘટાડો થશે

આ નિર્ણયથી આગામી બે દિવસમાં એટલે કે શનિવારથી CNG અને PNGના ભાવમાં ઘટાડો થશે. PNGની કિંમતમાં 10%નો ઘટાડો થશે. તે જ સમયે સીએનજીની કિંમત લગભગ 6 થી 9% સુધી નીચે આવશે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

કેબિનેટ બેઠક બાદ કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટ બેઠક દરમિયાન મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે, જેમાં પેટ્રોલિયમ મંત્રાલયને લગતો મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમણે કહ્યું કે કેબિનેટે કુદરતી ગેસની કિંમત નક્કી કરવા માટે નવા ફોર્મ્યુલાને મંજૂરી આપી દીધી છે.

શું હશે નવી ફોર્મ્યુલા?

નવી ફોર્મ્યુલા હેઠળ ગેસની કિંમત દર મહિને નક્કી કરવામાં આવશે. જ્યારે જૂની ફોર્મ્યુલા હેઠળ દર છ મહિને ગેસનો ભાવ નક્કી કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નવી ફોર્મ્યુલા હેઠળ, છેલ્લા એક મહિનાથી ભારતીય ક્રૂડ બાસ્કેટના ભાવને સ્થાનિક કુદરતી ગેસના ભાવના આધાર તરીકે લેવામાં આવશે. અગાઉ જૂના ફોર્મ્યુલા હેઠળ, વિશ્વના ચારેય ગેસ ટ્રેડિંગ હબની છેલ્લા એક વર્ષની કિંમતની સરેરાશ લેવામાં આવે છે અને પછી તેને ત્રણ મહિનાના અંતરાલ પર લાગુ કરવામાં આવે છે.

સરકારનો દાવો છે કે નવી ફોર્મ્યુલા લાગુ થવાથી CNG-PNGનો ભાવ સસ્સતો થશે. આ સાથે ઘરેલું ગ્રાહકોને વધુ સ્થિર ભાવે ગેસ મળશે. આ સિવાય ખાતર બનાવતી કંપનીઓને સસ્તો ગેસ મળશે, જેના કારણે ખાતરની સબસિડીમાં ઘટાડો થશે. નવી ફોર્મ્યુલા લાગુ થવાથી એનર્જી સેક્ટરને સસ્તો ગેસ મળશે. આ સાથે સ્થાનિક ગેસ ઉત્પાદક દેશને વધુ ઉત્પાદન માટે પ્રોત્સાહિત કરવામાં આવશે

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

Published On - 11:41 pm, Fri, 7 April 23

Next Article