Breaking News: Accident Death: બનાસકાંઠાના દિયોદરના ભાભર હાઇ વે ઉપર કારની અડફેટે રાહદારીનું મોત, કાર ચાલક નશામાં હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ

બનાસકાંઠાના દિયોદરમાં સાંબલા વડા ગામના રમેશજી ઠાકોરનું કારની અડફેટે મોત થયું હતું. આ અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. તો મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે કાર ચાલક નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. દરમિયાન કારમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા.

Breaking News: Accident Death: બનાસકાંઠાના દિયોદરના ભાભર હાઇ વે ઉપર કારની અડફેટે રાહદારીનું મોત, કાર ચાલક નશામાં હોવાનો મૃતકના પરિવારનો આક્ષેપ
| Updated on: Apr 03, 2023 | 11:29 PM

બનાસકાંઠાના દિયોદરમાં સાંબલા વડા ગામના રમેશજી ઠાકોરનું કારની અડફેટે મોત થયું હતું. આ અકસ્માત બાદ કાર પલટી ખાઈ ગઈ હતી અને કાર ચાલક કાર મૂકીને ફરાર થઈ ગયો હતો. તો મૃતકના પરિવારજનોએ આક્ષેપ લગાવ્યો હતો કે કાર ચાલક નશામાં ડ્રાઇવિંગ કરી રહ્યો હતો. દરમિયાન કારમાંથી બિયરના ટીન મળી આવ્યા હતા.

મૃતકની  લાશને પોસ્ટ મોર્ટમ માટે ખસેડવામાં આવી છે તેમજ પોલીસે આ ઘટનામાં અકસ્માતનો ગુનો નોંધીને  ફરાર કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

બિયરના ટીનનો વીડિયો વાઇરલ

દિયોદરના ભાભર હાઇવે ઉપર થયેલા અકસ્માત ગ્રસ્ત કારમાંથી બિયરના ટીન મળ્યા હોવાનો વીડિયો વાયરલ થયો છે. જોકે Tv9 આ વીડિયોની પુષ્ટિ કરતું નથી.

અમદાવાદમાં   રિવર ફ્રન્ટ ઉપર અકસ્માત, બાઇક બળીને ખાખ

તો બીજી તરફ અમદાવાદમાં રિવરફ્રન્ટના દુધેશ્વર બ્રિજ પાસે કાર અને બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક બળીને ખાખ થઈ ગયું હતું.  ફાયર બ્રિગેડે બાઇક પણ પાણી નો ફુવારો કરી આગ ઓલવી હતી. આઘટનામાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા.   ઘટનાને પગલે ટ્રાફિક જામ થઈ જતા ટ્રાફિક હળવો કરવાની કામગીરી  શરૂ કરવામાં આવી હતી.

Published On - 9:27 pm, Mon, 3 April 23