Breaking News : સુરત વિદ્યુત સહાયક પરીક્ષામાં ગેરરીતિ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ

સુરત વિદ્યુત સહાયક પરીક્ષામાં ગેરરીતિ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કૌભાંડી ગેંગે અત્યાર સુધીમાં 300 ઉમેદવારોને પાસ કરાવ્યા છે. જેના માટે કુલ 30 કરોડથી વધુ રૂપિયા ખંખેર્યા છે.

Breaking News : સુરત વિદ્યુત સહાયક પરીક્ષામાં ગેરરીતિ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ
Surat Exam Malpractice Case
| Updated on: May 28, 2023 | 11:06 AM

Surat : સુરત(Surat)  વિદ્યુત સહાયક પરીક્ષામાં(Examination) ગેરરીતિ કેસમાં વધુ 3 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. જેની સાથે કુલ 11 આરોપીઓની ધરપકડ  થઈ છે.  આ આરોપીઓની પૂછપરછમાં ખુલાસો થયો છે કે કૌભાંડી ગેંગે અત્યાર સુધીમાં 300 ઉમેદવારોને પાસ કરાવ્યા છે. જેના માટે કુલ 30 કરોડથી વધુ રૂપિયા ખંખેર્યા છે. જેમાં ગઇકાલે ઝડપાયેલા આરોપી   નિશીકાંત સિન્હા, સલીમ નિઝામુદ્દીન, મનોજ મકવાણા અને નિકુંજ પરમારનો સમાવેશ થાય છે.

નિશીકાંત સિન્હાની CBIએ ધરપકડ કરી હતી

જેમાં આરોપી નિશીકાંત સિન્હા ભાયલીમાં વડોદરા ઈન્સ્ટીટ્યૂટ ઓફ એન્જિનિયરિંગ કૉલેજનો લેબ ઈન્ચાર્જ હતો. 2019માં રાજસ્થાન બીટ્સ પીલાની કૉલેજમાં વિદ્યાર્થીઓના ગેરકાયદે એડમિશનના ગુનામાં નિશીકાંત સિન્હાની CBIએ ધરપકડ કરી હતી અને તિહાડ જેલમાં ધકેલ્યો હતો. બીજા આરોપી સલીમ નિઝામુદ્દીન ઢાપાએ 30 ઉમેદવારોને પાસ કરાવી 3 કરોડ પડાવ્યા હતા. એજન્ટ મનોજ મંગળ મકવાણાએે 4 ઉમેદવારોને પાસ કરાવી 40 લાખ પડાવ્યા હતા. જ્યારે નિકુંજ પરમારે 4 ઉમેદવારોને પાસ કરાવી 40 લાખ પડાવ્યા હતા

સુરત સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

 

Published On - 9:54 am, Sun, 28 May 23