Breaking News: વલસાડમાં GIDCમાં ચીમનીમાં કામ કરવા ચઢેલા 2 કામદારો નીચે પટાકાયા, 1નું મોત, ફૂલવાડી ધામણી માર્ગ ઉપર લકઝરી બસ પલટી

|

May 02, 2023 | 6:12 PM

બાબુભાઇ લખમણભાઈ દુબરા અને અખિલેશ નામના બે કામદારો નીચે પટકાયા હતા. તે પૈકી સારવાર દરમિયાન બાબુભાઈ લખમણભાઈનું મોત થયું હતું.

Breaking News: વલસાડમાં GIDCમાં ચીમનીમાં કામ કરવા ચઢેલા 2 કામદારો નીચે પટાકાયા, 1નું મોત, ફૂલવાડી ધામણી માર્ગ ઉપર લકઝરી બસ પલટી

Follow us on

વલસાડ જિલ્લાના સરીગામ GIDC વિસ્તારમાં કોરોમંડલ કંપનીની ચીમનીમાં મેઇન્ટેનન્સનું કામ કરવા ચીમની ઉપર ચઢેલા બે કામદારો પૈકી 1ના મોતની ઘટના સામે આવી છે.

 

બાબુભાઇ લખમણભાઈ દુબરા અને અખિલેશ નામના બે કામદારો નીચે પટકાયા હતા. તે પૈકી સારવાર દરમિયાન બાબુભાઈ લખમણભાઈનું મોત થયું હતું. બંને કામદારો ને વાપીની હરિયા હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાવામાં આવ્યા હતા. ભીલાડ પોલીસે ઘટના સ્થળે પહોંચીને આ અંગે વધુ  તપાસ હાથ ધરી હતી.

યુદ્ધના ભણકારા વચ્ચે કિમ જોંગે મોકલ્યા સૈનિક, બદલામાં પુતિને આપી ખાસ 70 ભેટ, જુઓ
23 નવેમ્બર, કાલ ભૈરવ જયંતીના દિવસે કરો આ બે કામ, જીવનની નકારાત્મકતા થશે દૂર, ઈચ્છાઓ થશે પૂરી
અદિતિ મિસ્ત્રીની બહેન દિવ્યા મિસ્ત્રી પણ ખુબ હોટ છે, જુઓ ફોટો
Winter Tips : ધાબળામાં આવતી વાસ થશે છૂમંતર, અપનાવો આ ટિપ્સ
જર્મનીમાં ન્યૂઝ9 ગ્લોબલ સમિટની શાનદાર શરૂઆત, જુઓ તસવીરોમાં ત્યાંની ઝલક
જસપ્રીત બુમરાહ કરતા 7 ગણો વધુ અમીર છે ઓસ્ટ્રેલિયન કેપ્ટન

આ ઘટનામાં પોલીસ વધુ તપાસ હાથ ધરી છે કે ચીમનીના મેઇન્ટેનન્સના કામ માટે ચઢેલા કામદારોના મોત  કેવી રીતે થયા

ધરમપુરના ફૂલવાડી ધામણી માર્ગ ઉપર ખાનગી બસ પલટી

તો બીજી તરફ  વલસાડના ધરમુપરમાં  ફૂલવાડી ધામણી માર્ગ ઉપર ખાનગી બસે પલટી  ખાધી હતી.  આ  બસ પંજાબથી  બેંગ્લોર જઈ રહી હતી. આ  બસે પલટી ખાતા  બસ ટાલક અને ક્લિનરઇજાગ્રસ્ત થયા હતા જેમને સ્થાનિક લોકોએ બાહર કાઢીને 108 દ્વારા ધરમુપર સિવિલ  હોસ્પિટલ ખાતે સારવાર માટે મોકલી આપ્યા હતા.

 

Published On - 5:43 pm, Tue, 2 May 23

Next Article