Breaking News: બનાસકાંઠાના થરાદમાં ગટરની સાફ સફાઈ કરવા ઉતરેલા 1 સફાઇ કામદારનું મોત, IQ (આઇક્યુ) નામની એજન્સીના હતા કર્મચારી

|

Apr 26, 2023 | 6:39 PM

બનાસકાંઠાના થરાદમાં ગટર સાફ કરવા ઉતરેલા બે કર્મચારીઓના મોતની ઘટના સામે આવી છે. આ ઘટના થરાદ નગર પાલિકાની હદમાં બની હતી. સ્થાનિક લોકોએ કરી તંત્રને આ અંગે જાણ કરતા 108ની ટીમ અને ફાયર ફાઈટર સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું.

Breaking News: બનાસકાંઠાના થરાદમાં ગટરની સાફ સફાઈ કરવા ઉતરેલા 1 સફાઇ કામદારનું મોત, IQ (આઇક્યુ) નામની એજન્સીના હતા કર્મચારી

Follow us on

બનાસકાંઠાના થરાદમાં ગટર સાફ કરવા ઉતરેલા 1  સફાઇ કર્મચારીના મોતની ઘટના સામે આવી છે. આ ઘટના થરાદ નગર પાલિકાની હદમાં બની હતી. સ્થાનિક લોકોએ કરી તંત્રને આ અંગે જાણ કરતા 108ની ટીમ અને ફાયર ફાઈટર સહિત તંત્ર ઘટના સ્થળે પહોંચ્યું હતું. સાફ સફાઇ માટે IQ (આઇક્યુ) નામની એજન્સીને થરાદ નગરપાલિકા એ સાફ સફાઇ નો કોન્ટ્રાક્ટ  આપેલો છે.  નગરપાલિકાએ સાફ સફાઇ માટે કોન્ટ્રાક્ટ બેઝ પર કંપનીને આપેલો છે

 

ગટરની સાફ સફાઈ સમયે 1 કર્મચારીના મોત

થરાદ નગર પાલિકાની હદમાં આવેલી ધરણીધર સોસાયટી નજીક બે સફાઇ કર્મચારીઓ ગટર સાફ કરવા માટે ઉતર્યા હતા. ત્યારે તેઓ ઘણા સમય સુધી બહાર ન આવતા સ્થાનિક લોકોએ તંત્રને જાણ કરી હતી. આ ઘટનાની જાણ થતા 108 તેમજ ફાયર ફાઇટર સહિત નગર પાલિકાના અધિકારી ઘટના સ્થળે પહોંચ્યા હતા.

તમને આ ખબર છે.. સમુદ્ર અને મહાસાગર વચ્ચે શું તફાવત છે? 99 ટકા લોકો જાણતા નથી
OYO room Booking : રિલેશનશિપ સ્ટેટ્સ જાણવા માટે OYO માં ક્યા ડોક્યુમેન્ટ્સ જોઈશે?
Dry fruits and Nuts : ડ્રાયફ્રુટ્સ અને નટ્સ વચ્ચે શું તફાવત છે? જાણો
જાણો સ્વાસ્થ્ય માટે સફેદ અને કાળા મરી, બંન્નેમાંથી ક્યાં છે ફાયદાકારક
આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન

આ પણ વાંચો: Gujarati Video : ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે કામદારના થયા મોત, કામદારને બચાવવા ઉતરેલા તરવૈયાને સારવાર માટે ખસેડાયો

બંને કર્મચારીઓને બહાર કાઢવામાં આવ્યા ત્યારે એક સફાઇ કામદારનું તો ઘટના સ્થળે જ મોત થયું હતું અને બીજા કર્મચારીને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું.

ધોળકામાં 22 એપ્રિલના રોજ થયા હતા સફાઇ કર્મચારીના મોત

અમદાવાદના ધોળકામાં ગટર સાફ કરવા ઉતરેલા બે સફાઇ કામદારોના મોત થયા છે. બંનેને શોધવા માટે અમદાવાદથી ફાયરની ટીમને બોલાવવાની ફરજ પડી હતી. બંને સફાઇ કામદારો પી. સી. સ્નેહલ કંટ્રકશન પ્રાઇવેટ લિમિટેડ એજન્સીના કામદારો ગઇકાલે ગટર સાફ કરવા માટે ઉતર્યાં હતા. જો કે આ બંને કામદારના મોત થયા હતા.

છેલ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે

 

લ્લા ત્રણ દાયકામાં થયેલા સફાઈ શ્રમિકો-કામદારોના મોતમાં ગુજરાતમાં સમગ્ર દેશમાં બીજા ક્રમાંકે છે. કેન્દ્ર સરકારના સર્વે અનુસાર દેશમાં વર્ષ 2018માં 13460  શ્રમિકો જે ગટર અને સેપ્ટિક ટાંકીની સફાઈ કરવાની કામ સંકળાયેલા હોય તેવા શ્રમિકોની ઓળખ કરાઈ હતી જે વર્ષ 2019માં બમણી વધીને 58098 શ્રમિકો થયા હતા.

ગુજરાતમાં 105  શ્રમિક પરિવારો કે મેન્યુઅલ સ્કેવેન્જિંગના કામ સાથે સંકળાયેલા છે. જે હકીકત અતિ ચિંતાજનક છે. ત્રણ દાયકાથી સતત થઇ રહેલા શ્રમિકોના મૃત્યુ ચિંતાનો વિષય છે.

Published On - 5:44 pm, Wed, 26 April 23

Next Article