ટેકાના ભાવે મગફળી ખરીદી : બોટાદમાં પ્રથમ દિવસે માત્ર 2 ખેડૂતો જ મગફળી વેચવા આવ્યાં

|

Nov 17, 2021 | 8:04 PM

બોટાદ જિલ્લામાં કુલ 1 હજાર 170 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. સોરાષ્ટ્રમાં વરસાદની આગાહી પગલે બોટાદમાં ખરીદી પ્રક્રિયા એક અઠવાડિયું મોડી શરૂ કરાઈ છે.

BOTAD : બોટાદ જિલ્લામાં આજથી ટેકાના ભાવે મગફળીની ખરીદીની શરૂઆત કરાઈ છે. જો કે, ટેકાના ભાવે મગફળી વેચવામાં ખેડૂતોની નિરસતા જોવા મળી. બોટાદ માર્કેટિંગ યાર્ડમાંથી પ્રથમ દિવસે 10 ખેડૂતોને જાણ કરાઈ હતી જો કે, મગફળી વેચવા માટે માત્ર 2 જ ખેડૂતો આવ્યા હતા.બોટાદ જિલ્લામાં કુલ 1 હજાર 170 ખેડૂતોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ઉલ્લેખનીય છે કે, રાજ્યમાં લાભપાંચમથી ટેકાના ભાવે મગફળી ખરીદી શરૂ કરાઈ છે પરંતુ સોરાષ્ટ્રમાં વરસાદની આગાહી પગલે બોટાદમાં ખરીદી પ્રક્રિયા એક અઠવાડિયું મોડી શરૂ કરાઈ છે.

ઉલ્લેખનીય છે કે રાજ્યમાં 9 નવેમ્બરે એટલે કે લાભ પાંચમથી ટેકાના ભાવે મગફળીની ખરીદ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. ખેડૂતો પોતાનો માલ સરળતાથી વેચી શકે અને કોઇ તકલીફ ન સર્જાય તે માટે રાજ્ય સરકાર દ્વારા 140 APMC કેન્દ્રો પર તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે.જે ખેડૂતોએ મગફળીના વેચાણ માટે ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવ્યું છે તેમને આજથી મેસેજ મોકલીને બોલાવવામાં આવી રહ્યાં છે.

સામાન્ય સંજોગોમાં ટેકાના ભાવે મગફળીની ખરીદી 90 દિવસ સુધી ચાલતી હોય છે.જોકે ચાલુ વર્ષે ઓછું રજીસ્ટ્રેશન થવાને કારણે 60 દિવસ જ ખરીદી ચાલે તેવી શક્યતાઓ અધિકારીઓ વ્યક્ત કરી રહ્યા છે.જોકે 60 દિવસમાં મોટાભાગનો માલ ખરીદી લેવાનો દાવો પણ અધિકારીઓ દ્વારા કરાયો છે.

રાજ્યમાં આ વર્ષે પ્રતિ મણ રૂ.1110 ટેકાના ભાવે મગફળી ખરીદ કરવામાં આવશે. ગત વર્ષે ટેકાના ભાવ રૂ.1055 હતા, જે આ વર્ષે વધારવામાં આવ્યાં છે. રાજ્યમાં ટેકાના ભાવે મગફળી ખરીદીમાં રાજ્યભરમાંથી 2,66, 000 ખેડૂતોએ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવ્યું છે.

આ પણ વાંચો : VADODARA : પાકિસ્તાનની જેલમાંથી મુક્ત થયેલા 20 માછીમારો ગુજરાત પહોચ્યા

આ પણ વાંચો : Surat: ભાવવધારા વગર કામ કરનાર કારીગરોને મારવાની ધમકી, ઉડિયા ભાષામાં પોસ્ટરો લાગતા કારીગરોમાં ભય

Next Video