Salangpur Temple Controversy : સાળંગપુર (Salangpur) હનુમાનજીના વિવાદિત ભીંતચિત્રોને લઈને છેલ્લા કેટલાક દિવસોથી વિવાદ ચાલી રહ્યો છે. જેનો હજુ કોઈ નીવેડો આવ્યો નથી. ત્યારે આ બધાની વચ્ચે CM ભૂપેન્દ્ર પટેલ અને રાજ્ય ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે સ્વામીનારાયણ સંપ્રદાયના સંતોની બેઠક યોજાઈ હતી. આ બેઠક બાદ કુલ 7 મુદ્દા પર સહમતી સધાઈ શકે છે.
સ્વામિનારાયણ સંતોની મુખ્યમંત્રી સાથેની બેઠક હકારાત્મક રહી હોવાની સૂત્રો દ્વારા માહિતી મળી છે. સનાતન ધર્મની લાગણી ના દુભાય એવો નિર્ણય લેવા બાંહેધરી આપી છે. વિહિપ સાથેની બેઠકના જે નિર્ણય લેવાય એનો સ્વીકાર કરવા જણાવ્યું છે. સ્વામિનારાયણ સંતોએ ગુજરાતની શાંતિ ના હણાય એવો નિર્ણય લઈશું એમ જણાવ્યું છે. તો પોતે પણ હનુમાનના ભક્ત અને સૌથી મોટી મૂર્તિ બનાવી હોવાનું જણાવ્યું છે.
ભીંતચિત્ર વિવાદમાં સરકાર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુઓની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ અને ગૃહપ્રધાન હર્ષ સંઘવી સાથે સ્વામિનારાયણ સંપ્રદાયના 5 સંતો હાજર રહ્યા હતા. જેમાં વડતાલ મંદિર ટ્રસ્ટના મુખ્ય કોઠારી સ્વામી, સરધાર મંદિરના સંતો, સાળંગપુર મંદિરના કોઠારી વિવેકસાગર સ્વામી પણ બેઠકમાં હાજર રહ્યા હતા તો સંતો સાથે પાટીદાર અગ્રણી ઉદ્યોગપતિ લાલજી પટેલ અને માથુર સવાણી પણ હાજર રહ્યા હતા.
તો બીજી તરફ સાળંગપુર મંદિરમાં ભીંતચિત્રોની તોડફોડ કરનારને બરવાળાની કોર્ટે મોટી રાહત આપી છે. ભીંતચિત્રોની તોડફોડ કરનાર હર્ષદ ગઢવીના જામીન મંજૂર કરવામાં આવ્યા છે. અન્ય આરોપી જેસીંગ અને બળદેવ ભરવાડનો પણ જામીન પર છૂટકારો થયો છે. કોર્ટે 10 હજારના બોન્ડ પર જામીન મંજૂર કર્યા હતા.
બોટાદ સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
Published On - 5:17 pm, Mon, 4 September 23