Botad: અમદાવાદ-બોટાદ વચ્ચે તાત્કાલિક પેસેન્જર ટ્રેન શરૂ કરવા રજુઆત, માંગણી નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી

|

May 15, 2022 | 8:01 PM

બોટાદ - અમદાવાદ (Botad News) વચ્ચે રેલ્વે દ્વારા ગેજ રૂપાંતરની કામગીરી 2017-2018થી ચાલી રહી છે. જે કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ છે અને છેલ્લા ઘણા સમયથી માલગાડીઓ દોડાવવામાં આવી રહી છે પરંતુ આજ દિન સુધી પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં આવી નથી.

Botad: અમદાવાદ-બોટાદ વચ્ચે તાત્કાલિક પેસેન્જર ટ્રેન શરૂ કરવા રજુઆત, માંગણી નહીં સંતોષાય તો આંદોલનની ચીમકી
અમદાવાદ બોટાદ પેસેન્જર ટ્રેન ચાલુ કરવા રજૂઆત

Follow us on

ધંધુકાના ધારાસભ્ય રાજેશ ગોહિલ દ્વારા બોટાદ અમદાવાદ વચ્ચે પેસેન્જર ટ્રેન (Botad Ahmedabad passenger train) શરૂ કરવા માટે ડી.આર.એમ પશ્વિમ રેલવે ભાવનગરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી અને ટ્રેન ચાલુ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી. રજુઆતમાં જણાવવામાં આવ્યું હતું કે, બોટાદ – અમદાવાદ વચ્ચે રેલ્વે દ્વારા ગેજ રૂપાંતરની કામગીરી 2017 – 2018થી ચાલી રહી છે. જે કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ છે અને છેલ્લા ઘણા સમયથી માલગાડીઓ દોડાવવામાં આવી રહી છે, પરંતુ આજ દિન સુધી પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં આવી નથી. બોટાદ, ધંધુકા, ધોળકાથી અમદાવાદ જતા મુસાફરોને પ્રાઈવેટ વાહન અને એસ.ટી. બસમાં જવું પડે છે. તેમજ હાલાકી ભોગવવી પડે છે.

આમ ઘણા સમયથી ટ્રેક બની ગયો અને 6 મહિના ઉપરાંતથી માલગાડી જેવી ટ્રેનો ચાલુ છે તો પેસેન્જર ટ્રેન કેમ ચાલુ કરવામાં આવતી નથી. જેથી અમારી એવી લાગણી અને માંગણી છે કે તાત્કાલિક બોટાદ – અમદાવાદની પેસેન્જર ટ્રેન ચાલુ કરવામાં આવે અને જો ચાલુ નહીં કરવામાં આવે ના છુટકે અમારે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની ફરજ પડશે.

મધર્સ ડે પર રેલ્વે માતાઓને આપી ગીફ્ટ, શરૂ કરી નાના બાળકો માટે સ્પેશીયલ બર્થની સેવા

https://twitter.com/umashankarsingh/status/1523886713940054017

બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?

ઉલ્લેખનીય છે માતા જ્યારે પોતાના બાળકને લઈને એકલી મુસાફરી કરતી હોય છે, ત્યારે ઘણી મુશ્કેલીઓ પડતી હોય છે. તેમાં પણ રાત્રિ દરમિયાન બાળકને પોતાની સીટ પર જ સુવડાવવું પડતું હોય છે અને પોતાની સીટમાં જગ્યા રહેતી હોતી નથી. આમ રાત્રિ દરમિયાન ભારે અગવડ પડતી હોય છે અને ઉંઘમાં ખલેલ પડતી હોય છે. ત્યારે ભારતીય રેલ્વે દ્વારા માતાઓની આ મુશ્કેલી દુર કરવા માટે બેબી બર્થની શરૂઆત કરવામાં આવી છે. જેમાં સીટની બહાર બાજુમાં એક નાની સીટ હશે. જે ફોલ્ડીંગ હશે અને જરૂરીયાતના સમયે સીટ ખોલીને તેમાં બાળકને સુવડાવી શકાશે.

આ સીટમાં સેફ્ટી માટે સ્ટોપર પણ આપેલું છે. જેના કારણે બાળકના પડવાનો ડર નહીં રહે. હાલ દિલ્હીથી લખનૌ જતી ટ્રેન લખનૌ મેલમાં આ સુવિધા આપવામાં આવી છે. આ સુવિધાની ચારે-બાજુથી પ્રસંશા કરવામાં આવી રહી છે. આ માહિતી ઉત્તર રેલવેના લખનઉ ડિવિઝનના ડીઆરએમએ ટ્વીટ કરીને આપી છે.

Next Article