BOTAD : રાણપુરમાં સાડી હેન્ડ વર્કનો ગૃહઉદ્યોગ ચલાવે છે ઝોયા, 500 મહિલાઓને આપે છે રોજગારી

|

Mar 08, 2021 | 6:03 PM

BOTAD : મહિલા દિવસે વાત કરીએ એક મહિલાની જે પોતાના પગ પર ઊભી થઈ અન્ય 500 જેટલી મહિલાઓને પણ રોજગારી આપી, તેમને પોતાના પગ પર ઊભા થવામાં મદદ કરી.

BOTAD : મહિલા દિવસે વાત કરીએ એક મહિલાની જે પોતાના પગ પર ઊભી થઈ અન્ય 500 જેટલી મહિલાઓને પણ રોજગારી આપી, તેમને પોતાના પગ પર ઊભા થવામાં મદદ કરી. રાણપુરમાં સાડીના હેન્ડ વર્કનો ગૃહ ઉદ્યોગ ચલાવી રાણપુરની અંદાજે ૫૦૦ જેટલી મહિલાઓને હેન્ડ વર્કનું કામ કરી રોજગારી પૂરી પાડે છે ઝોયા. ગૃહ ઉદ્યોગમાં કામ કરવા આવતી મહિલાઓને પણ એક આનંદ મળે છે, કે મકે એક મહિલા દ્વારા એક મહિનામાં ચારથી પાંચ હજાર રૂપિયાનું કામ કરી પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. અહીં આવતી મહિલાઓને પણ રોજગારી મળી રહેતા મહિલાઓમાં પણ એક આનંદ જોવા મળ્યો. રાણપુરમાં આ મહિલા દ્વારા સાડીઓનું હેન્ડ વર્કનું કામ સુરતથી લાવવામાં આવે છે જ્યારે કોઈપણ મહિલાઓથી સાડીઓમાં છતી રહી જતી હોય છે ત્યારે મહિલાઓને એક પણ શબ્દ કહેવામાં આવતો નથી.

 

Published On - 6:00 pm, Mon, 8 March 21

Next Video