BOTAD : ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને નાયબ કલેકટરની નોટિસ

|

Mar 14, 2021 | 12:40 PM

BOTAD : ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને નાયબ કલેકટરે તડીપારની કરવાની નોટીસ આપી છે. તેમને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ એમ 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ આપી છે.

BOTAD : ગઢડા ગોપીનાથજી મંદિરના પૂર્વ ચેરમેન એસ.પી.સ્વામીને નાયબ કલેકટરે તડીપારની કરવાની નોટીસ આપી છે. તેમને બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગર, અમદાવાદ એમ 6 જિલ્લામાંથી તડીપારની નોટિસ આપી છે. તંત્ર દ્વારા એસ. પી. સ્વામીને 25 માર્ચ સુધીમાં શા માટે તડીપાર ન કરવા તેનો જવાબ આપવાનો નોટિસમાં ઉલ્લેખ કરાયો છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાના ભંગ બદલ તેમજ 2007 રોડ વિવાદનો તડીપાર નોટિસમાં ઉલ્લેખ કરાયાનું એસ. પી. સ્વામીનું નિવેદન તો હાઈકોર્ટમાં મંદિર મામલે ચાલતા કેસમાં ડી.વાય.એસ.પી રાજદીપસિંહ નકુમ દ્વારા કેસો પાછા ખેંચવા દબાણ કરવામાં આવતો હોવાનો એસ.પી.સ્વામીએ આક્ષેપ કર્યો છે. એફ.આઈ.આર મામલે સી.બી.આઈ. તપાસ થાય તેવી એસ.પી.સ્વામીએ માગ કરી છે. તડીપારની નોટિસ બાદ ગઢડા ગોપીનાથજી મંદિરના વાયરલ વીડિયો મામલે પણ તેમની વિરુદ્ધ ફરિયાદ થઈ હોવાનું એસ.પી.સ્વામીએ નિવેદન આપ્યું છે.

 

Published On - 12:37 pm, Sun, 14 March 21

Next Video