ગુજરાતમાં ભાજપ પીએમ મોદીના પ્રવાસ બાદ ઉમેદવારોની યાદી જાહેર કરશે

ગુજરાતમાં ભાજપ પીએમ મોદીના પ્રવાસ બાદ ઉમેદવારોની યાદી જાહેર કરશે. જેમાં પીએમ મોદી રવિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. જેની બાદ ભાજપના નિરીક્ષકોની કમલમ ખાતે બેઠક મળશે. જેમાં 2 નવેમ્બરથી ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપશે. જેમાં 2થી 7 નવેમ્બર સુધી મેરેથોન બેઠક ચાલશે

ગુજરાતમાં ભાજપ પીએમ મોદીના પ્રવાસ બાદ ઉમેદવારોની યાદી જાહેર કરશે
Gujarat Bjp
Image Credit source: Representative image
| Updated on: Oct 29, 2022 | 7:19 PM

ગુજરાતમાં ભાજપ પીએમ મોદીના પ્રવાસ બાદ ઉમેદવારોની યાદી જાહેર કરશે. જેમાં પીએમ મોદી રવિવારથી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. જેની બાદ ભાજપના નિરીક્ષકોની કમલમ ખાતે બેઠક મળશે. જેમાં 2 નવેમ્બરથી ભાજપ ઉમેદવારોની પસંદગી પ્રક્રિયાને આખરી ઓપ આપશે. જેમાં 2થી 7 નવેમ્બર સુધી મેરેથોન બેઠક ચાલશે.

આ તારીખ દરમ્યાન પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે બેઠકોનો દોર યોજાશે. જેમાં જિલ્લા સંકલન સમિતિની બેઠકો કમલમ પર યોજાશે. તેમજ તારીખ 4 થી 7 નવેમ્બર દરમ્યાન પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક મળશે. તેમજ મુખ્ય મંત્રીના નિવાસ સ્થાને પાર્લામેન્ટરી બોર્ડની બેઠક યોજાશે. પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં બેઠક દીઠ 3-3 દાવેદારોની પેનલ બનશે

આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..

Published On - 7:01 pm, Sat, 29 October 22