ગુજરાતમાં કોરોનાના કેસોની સુનામી આવી છે. ખૂબ જ તીવ્ર ગતિથી કોરોનાના કેસ વધી રહ્યા છે. રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર શરુ થઇ ગઇ છે. ત્યારે ભાજપ અને કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પણ કોરોનાની ચપેટમાં આવી રહ્યા છે. હવે જામનગરના ભાજપના સાંસદ પૂનમબેન માડમ પણ કોરોના સંક્રમિત થયા છે. તેમણે ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી છે. તેમને કોરાના થતાં હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.
After initial symptoms, I got myself tested and my report is Covid positive. Following all the necessary protocols, I have isolated myself and I am under home quarantine. Requesting all those who have come in contact with me to get tested.
— Poonamben Maadam (@PoonambenMaadam) January 19, 2022
પૂનમ માડમે ટ્વીટ કરીને જણાવ્યુ કે કોરોનાના લક્ષણો હોવાથી મે કોરોનાનો ટેસ્ટ કરાવ્યો હતો અને મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ છે. તેમણે ટ્વીટમાં પોતે હોમ આઇસોલેશનમાં હોવાનું જણાવ્યુ છે. તેમજ તેમના સંપર્કમાં આવનાર લોકોને કોરોના ટેસ્ટ કરવા અપીલ કરી છે.
મહત્વનું છે કે ગુજરાતમાં 18 જાન્યુઆરીના રોજ કોરોનાના નવા 17119 નવા કેસ નોંધાયા છે જયારે છેલ્લા 24 કલાકમાં 10 લોકોએ કોરોનાના લીધે જીવ ગુમાવ્યો છે.ગુજરાતમાં કોરોનાના કેસ સતત વધતાં કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા 79,600 પર પહોંચી છે. રાજ્યમાં સૌથી વધુ અમદાવાદમાં 5,998 કેસ નોંધાયા છે.તો સુરતમાં પણ 3,563 નવા દર્દી મળ્યા.વડોદરામાં એક જ દિવસમાં કોરોનાના 1,539 નવા મામલા સામે આવ્યા છે.
રાજકોટમાં દૈનિક કેસમાં વધારો થતાં છેલ્લા 24 કલાકમાં 1,336 કેસ નોંધાયા.રાજ્યના અન્ય શહેર-જિલ્લામાં નોંધાયેલા કોરોના કેસ પર નજર કરીએ સુરત જિલ્લામાં 423, ગાંધીનગરમાં 409, ભાવનગરમાં 399, મોરબીમાં 318, વલસાડમાં 310, જામનગરમાં 252, મહેસાણામાં 240 કેસ નોંધાયા તો નવસારીમાં 211, ભરૂચમાં 206, કચ્છમાં 175, બનાસકાંઠામાં 163, વડોદરા જિલ્લામાં 131, રાજકોટ જિલ્લામાં 125, પાટણમાં 119, જૂનાગઢમાં 116, ભાવનગર-જામનગર જિલ્લામાં 102-102 કેસ સામે આવ્યા છે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
Published On - 12:49 pm, Wed, 19 January 22