Rajkot: છેક હવે પૂરગ્રસ્ત ગામોની મુલાકાતે પહોંચ્યા આ MLA, તો રોષે ભરાયેલા ગ્રામજનોએ લઇ લીધો ઉધડો!

|

Sep 21, 2021 | 9:01 PM

રાજકોટમાં ભારે વરસાદની તબાહીના અઠવાડિયા બાદ હવે છેક પુરગ્રસ્ત વિસ્તારોના મુલાકાતે MLA પહોંચ્યા. પરંતુ નેતા આટલા દિવસે આવતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.

સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદના (Heavy Rain) કારણે ખુબ હાલાકી પડી રહી છે. ત્યારે આટલા દિવસથી વરસાદમાં ભરાયેલા પાણી અને પૂરની સ્થિતિ સામે લડતી પ્રજાની આંખો વાટ જોઈ જોઈને થાકી. પરંતુ કોઈ નેતાએ ડોકિયું પણ કર્યું નહીં આવા સમયે છેક હવે વિસ્તારની મુલાકાતે ભાજપના MLA પહોંચ્યા. ધારાસભ્યને જોઇને જનતાએ તેમનો ઉધડો લઇ લીધો.

વાત જાણે એમ છે કે  રાજકોટમાં (Rajkot) ભારે વરસાદની તબાહીના અઠવાડિયા બાદ હવે છેક પુરગ્રસ્ત વિસ્તારોના મુલાકાતે MLA લાખા સાગઠિયા (MLA Lakha Sagathiya) પહોંચ્યા હતા. આટલા દિવસોએ દેખા દીધા હોવાના કારણે ધારાસભ્પ સામે ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે. પુરના પાણીથી સર્જાયેલી તારાજી તથા તેમાં થયેલા નુકસાનની સહાય ચુકવવાના મુદ્દે ગ્રામજનોએ ધારાસભ્યને ઊધડા લઇ લીધા. એટલું જ નહીં નોંધણચોરાનાં અસરગ્રસ્તોએ MLAને “અત્યાર સુધી તમે કયા ગાયબ ગયા હતા” ? તેમ કહી સવાલોના મારા ચલાવ્યા હતા. ત્યારે પુરના કુદરતી પ્રકોપ સામે હવે ગ્રામજનોને માત્ર સરકાર પાસેથી મદદની આશા છે.

સ્વાભાવિક છે કે, રાજકોટના ઘણા વિસ્તાર કેટલાક દિવસોથી પાણીમાં ગરકાવ છે. આવા સમયે ઘરોમાં લોકોના પાણી ઘુસ્યા છે. એટલું જ નહીં ખેતરો બેટમાં પરિણમ્યા છે. સાથે ઢોર પણ મૃત્યુ પામ્યા છે અને લોકોને ખુબ નુકસાન ગયું છે. ત્યારે પોતાના નેતાને આટલા દિવસો બાદ આવતા જોઇને નાગરીકોએ પ્રશ્નોનો મારો ચલાવ્યો હતો.

 

આ પણ વાંચો: VADODARA : ઢાઢર નદી ઓવરફ્લો થતાં ડભોઇના કેટલાક ગામો પાણીમાં ગરકાવ, ડભોઇમાં ત્રણ દિવસથી વરસાદી માહોલ

આ પણ વાંચો: બરોડા ડેરીનો વિવાદ ગાંધીનગર પહોચ્યો, આવતીકાલે સીઆર પાટીલની અધ્યક્ષતામાં ધારાસભ્યો અને ડેરીના સત્તાધીશોની બેઠક યોજાશે

Published On - 9:01 pm, Tue, 21 September 21

Next Video