BJP MLA જેઠા ભરવાડ સફાળા જાગ્યા, ગુજરાત સરકારને આપી સલાહ, કહ્યું કે સંક્રમણ અટકાવવા કરો લોકડાઉન

|

May 10, 2021 | 8:30 AM

ગામડાઓમાં સંક્રમણ ચિંતાજનક રીતે વધી વધી રહ્યું છે અને આ સંક્રમણ રોકવા રાજ્ય સરકારે લૉકડાઉન લગાવવું જરૂરી છે. આ માગ સાથે વિનંતી કરી છે પંચમહાલના શહેરાના ભાજપનાં ધારાસભ્ય (bjp mla) જેઠા ભરવાડે.

ગામડાઓમાં સંક્રમણ ચિંતાજનક રીતે વધી વધી રહ્યું છે અને આ સંક્રમણ રોકવા રાજ્ય સરકારે લૉકડાઉન લગાવવું જરૂરી છે. આ માગ સાથે વિનંતી કરી છે પંચમહાલના શહેરાના ભાજપનાં ધારાસભ્ય (bjp mla) જેઠા ભરવાડે. જેઠા ભરવાડનું માનવું છે કે લૉકડાઉન લગાવવાથી જ કોરોના સંક્રમણની ચેઇન તૂટશે સાથે જ જેઠા ભરવાડે કબૂલાત કરી કે હાલ ગામડાઓમાં સંક્રમણને પગલે ખરાબ સ્થિતિનુ નિર્માણ થયું છે.

કોરોનાની બીજી લહેરમાં ગામડાઓ સૌથી વધારે ઝપટમાં આવ્યા છે ત્યારે ભાજપનાં આ ધારાસભ્યે રાજ્ય સરકારને વિનંતી કરી છે કે લોકડાઉન લગાડવામાં આવે તો સંક્રમણ ઘટે અને કોરોનાની ચેઈનને તોડી શકાય. જો કે રાજકીય પ્રચાર કે મોરવા હડફની ચૂંટણી ટાણે કોરોના ગાઈડલાઈન્સનાં ધજાગરા કરનારા વિવિધ પક્ષનાં રાજકીય નેતાઓ હવે કોરોનાએ બોલાવેલા સપાટામાં સીધા દોર થઈ ગયા હોય એમ લાગે છે.

રાજ્યમાં સતત કોરોનાના પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ ઉત્તરોતર વધી રહી છે. રાજ્યમાં 19 દિવસ બાદ સૌપ્રથમવાર 11,100થી પણઓછા કેસ નોંધાયા છે જ્યારે નવા કેસ કરતા 3 હજારથી વધુ દર્દી સાજા થયા છે. રાજ્યમાં 121 દર્દીઓના મૃત્યુ સાથે 11,084 પોઝિટિવ કેસ નોંધાયા જેની સામે રેકોર્ડબ્રેક 14,770 દર્દીઓએ કોરોના સામેનો જંગ જીત્યો છે.

રાજ્યના મહાનગરોની વાત કરીએ તો,અમદાવાદમાં રેકોર્ડ બ્રેક દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફર્યા છે.અમદાવાદમાં 2,955 કેસ નોંધાયા જ્યારે 19 દર્દીઓના મૃત્યુ થયા તો સુરતમાં 12ના મૃત્યુ સાથે 1,113 કેસ નોંધાયા, જ્યારે 2,176 દર્દીઓ કોરોના સામે જંગી જીત્યા તો આ તરફ વડોદરામાં 12 દર્દીના મૃત્યુ સાથે 1,161 કેસ નોંધાયા

જ્યારે 914 દર્દીઓ સાજા થયા તો રાજકોટમાં 13 દર્દીના મૃત્યુ સાથે 746 કેસ નોંધાયા જ્યારે 652 દર્દીએ કોરોનાને હરાવ્યો તો જામનગરમાં 14ના મૃત્યુ સાથે 586 કેસ નોંધાયા જ્યારે 588 દર્દીઓએ કોરોનાને હરાવ્યો તો જૂનાગઢમાં 11 દર્દીઓના મૃત્યુ થયા જ્યારે કચ્છ, મહેસાણા અને ભાવનગરમાં 4-4 દર્દીના મોત થયા.

Next Video