સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે SURATમાં ભાજપનો ધમધમાટ

|

Jan 24, 2021 | 11:21 AM

ગુજરાતમાં(GUJARAT) સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ તબક્કમાં મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે.

ગુજરાતમાં(GUJARAT)  સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પ્રથમ તબક્કમાં મહાનગરપાલિકા અને પછી નગરપાલિકા અને પંચાયતોની ચૂંટણી યોજાશે. 6 મહાનગરપાલિકાઓ માટે 21 ફેબ્રુઆરીએ મતદાન અને 23 ફેબ્રુઆરી મતગણતરી થશે. ચૂંટણીની તારીખ જાહેર થતાં જ સુરતમાં ભાજપ(BJP) દ્વારા તડામાર તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સુરતમાં ચૂંટણીને લઈને ઉમેદવારોની પસંદગી માટેની તૈયારી શરૂ કરવામાં આવી છે. જેને લઈને રવિવારે ભાજપની નિરીક્ષકોની ટીમ સુરતમાં ધામા નાખ્યા છે. 21 જેટલા નિરીક્ષકોની ટીમ સુરત પહોંચશે. સુરતના 7 સેન્ટર પરથી ફોર્મ સ્વીકારવામાં આવશે. ઝોન પ્રમાણના ઉમેદવારો માટે ટીમ ફાળવણી કરવામાં આવી છે.

 

Next Video