Bird Flu: Ahmedabad લાંભા વોર્ડમાં 50થી વધારે કબૂતરનાં મોતથી ફફડાટ, સ્થાનિકોમાં બર્ડ ફ્લૂની દહેશત

|

Feb 04, 2021 | 11:05 AM

Bird Flu: અમદાવાદના લાંભા વોર્ડની આકૃતિ ટાઉનશીપમાં 50થી વધારે કબૂતરના ટપોટપ મોત થયા. સવારે 11 વાગ્યાની આસપાસ 50 કબૂતરના એકસામટા મોત થતા સ્થાનિકોમાં બર્ડ ફ્લૂની દહેશત ફેલાઈ.

Bird Flu: Ahmedabadના લાંભા વોર્ડની આકૃતિ ટાઉનશીપમાં 50થી વધારે કબૂતરના ટપોટપ મોત થયા. સવારે 11 વાગ્યાની આસપાસ 50 કબૂતરના એકસામટા મોત થતા સ્થાનિકોમાં બર્ડ ફ્લૂની દહેશત ફેલાઈ. લાંભાથી પશુ વિભાગના તજજ્ઞોની એક ટીમ સ્થળ પર પહોંચી. મૃત કબૂતરોનો બર્ડ ફ્લૂની SOP મુજબ દાટવામાં આવ્યા. આ ઉપરાંત મૃત કબૂતરના સેમ્પલ વધુ પરીક્ષણ અર્થે ભોપાલ મોકલવામાં આવ્યા છે. આ કબૂતરોના મોત બર્ડ ફ્લૂથી થયા કે અન્ય કારણોસર તે ત્રણ-ચાર દિવસમાં સ્પષ્ટ થશે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમે આકૃતિ ટાઉનશીપમાં ફોગિંગ અને સેનેટાઈઝેશનની કામગીરી કરી હતી.

 

Next Video