ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે. આજે 21 એપ્રિલના રોજ ગુજરાતમાં નવા 331 કોરોનો કેસ નોંધાયા છે. આજે કોરોના કારણે એક પણ દર્દીનું મોત થયું નથી. જ્યારે એક્ટિવ કેસની સંખ્યામાં ઘટાડો થયો છે. ગઈ કાલે 20 એપ્રિલના દિવસે પણ ગુજરાતમાં 331 કોરોના કેસ નોંધાયા હતા. આજે કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1997 પર પહોંચ્યો છે. જેમાંથી 5 દર્દીઓ વેન્ટીલેટર પર છે અને 1992 દર્દીઓ સ્ટેબલ છે. આજે 376 દર્દીઓ કોરાનાથી સાજા થયા છે.
આજે અમદાવાદમાં 98, સુરતમાં 28, વડોદરામાં 28, મહેસાણામાં 29, સુરત જિલ્લામાં 24, પાટણમાં 20, વડોદરા જિલ્લામાં 12, ગાંધીનગરમાં 9, સાબરકાંઠામાં 9, ભરુચમાં 8, મોરબીમાં 7, ગીર સોમનાથમાં 6, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગર જિલ્લામાં 6, આણંદમાં 4, બનાસકાંઠામાં 4, પોરબંદરમાં 4, રાજકોટમાં 4, અમદાવાદ જિલ્લામાં 2, ખેડામાં 2, કચ્છમાં 2, નવસારીમાં 2, પંચમહાલમાં 2, રાજકોટ જિલ્લામાં 2, ભાવનગરમાં 1, બોટાદમાં 1 અને જામનગરમાં 1 કેસ નોંધાયો છે.
ગુજરાતમાં કોરોના રિકવરી રેટ 98.99 ટકા થયો છે. ગઈકાલ સુધી ગુજરાતમાં કોરોના એક્ટિવ કેસનો આંકડો 2000ને પાર હતો. આજે ગુજરાતમાં કોરોનાના એક્ટિવ કેસનો આંકડો 1997 પર પહોંચ્યો
કોવિડના વધતા કેસો વચ્ચે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે 8 રાજ્યોને પત્ર લખ્યો છે. તેમણે સર્વેલન્સ વધારવા, ILI અને SARI દર્દીઓ પર નજર રાખવા, પર્યાપ્ત સંખ્યામાં પરીક્ષણ કરવા, જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવેલા સેમ્પલની તપાસ કરવા અને હોસ્પિટલ ઈન્ફ્રા સુધારવા માટે સૂચનો આપ્યા છે.
આ 8 રાજ્યોમાં ઉત્તર પ્રદેશ (1 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), તમિલનાડુ (11 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), રાજસ્થાન (6 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ છે), મહારાષ્ટ્ર (8 જિલ્લામાં positivity દર 10% છે) કરતાં વધુ), કેરળ (14 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ), કર્ણાટક હરિયાણા (12 જિલ્લામાં positivity દર 10% કરતાં વધુ) અને દિલ્હી 11 જિલ્લામાં પોઝિટિવિટિ દર 10% કરતાં વધુ) સામેલ છે.
પ્રોફેસરે કહ્યું કે ભારતમાં 90 ટકા લોકોમાં કુદરતી રોગપ્રતિકારક શક્તિ છે, જ્યારે ઉત્તર પ્રદેશમાં વાયરસ સામે કુદરતી પ્રતિરક્ષા ધરાવતા લોકોની સંખ્યા 95 ટકા છે. પ્રોફેસર અગ્રવાલે કહ્યું કે આ મોડલના આધારે આવતા મહિનામાં પ્રતિદિન 50,000 સંક્રમણના કેસ હશે, જે ભારત જેવા મોટી વસ્તી ધરાવતા દેશો માટે આશ્ચર્યજનક નથી.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…
Published On - 7:20 pm, Fri, 21 April 23