રાજ્યના 17માં મુખ્યપ્રધાન Bhupendra Patelએ ભગવતગીતા હાથમાં રાખી મુખ્યપ્રધાનપદના શપથ લીધા

|

Sep 13, 2021 | 3:57 PM

Gujarat New CM Bhupendra Patel : ભુપેન્દ્ર પટેલ રાજ્યના 17માં મુખ્યપ્રધાન બન્યા છે. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા.

GANDHINAGAR : ગુજરાતમાં આજે 13 સપ્ટેમ્બરથી નવા નેતૃત્વની શરૂઆત થઇ છે. આજે રાજ્યના 17માં મુખ્યપ્રધાન Bhupendra Patelએ મુખ્યપ્રધાનપદના શપથ લીધા. રાજભવનમાં આચાર્ય દેવવ્રતે ભુપેન્દ્ર પટેલને પદ અને ગોપનીયતાના શપથ લેવડાવ્યા હતા. લગભગ 400થી વધુ લોકોની હાજરીમાં આ શપથગ્રહણ સમારોહ યોજાયો હતો જેમાં ગુજરાત ભાજપના નેતાઓ, સરકારના મંત્રીઓ, ધારાસભ્યો, સાંસદો, કેન્દ્ર સરકારના નેતાઓ અને ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓ હાજર રહ્યાં હતા.

ભુપેન્દ્ર પટેલની મુખ્યપ્રધાનપદની શપથવિધિ સમયનો એક ફોટો હાલ વાયરલ થઇ રહ્યો છે. આ ફોટોની ખાસ વાત એ છે કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે પોતાના શપથપત્રની સાથે અકે પુસ્તક પણ હાથમાં રાખેલું હતું. આ પુસ્તક છે વિશ્વવિખ્યાત ગ્રંથ શ્રીમદ ભગવત ગીતા, કે જેમાં ભગવાન શ્રીકૃષ્ણએ માનવજાતને મોટો સંદેશ આપ્યો છે. આજનો દિવસ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ માટે યાદગાર દિવસ છે, અને માટે જ એમણે પોતાના જીવનની આ ઐતિહાસિક ક્ષણે પણ શ્રીમદ ભગવત ગીતાને સાથી રાખી આ દિવસ વધારે યાદગાર બનાવ્યો છે.

17માં મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલનું નામ જાહેર થયા બાદ અને શપથગ્રહણ સમારોહ વચ્ચેના સમયમાં મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે દાદા ભગવાન ત્રિમંદિર, ભગવાન જગન્નાથ મંદિર, SGVP સ્વામીનારાયણ મંદિર વગેરે ધાર્મિક સ્થળોએ જઈને ભગવાન તેમજ સાધુ-સંતોના આશીર્વાદ લીધા હતા.

આ પણ વાંચો : Bhupendra Patel પટેલ મુખ્યપ્રધાન બન્યા બાદ પૂર્વ સીએમ Vijay Rupaniની પ્રથમ પ્રતિક્રિયા, જાણો શું કહ્યું

Published On - 3:57 pm, Mon, 13 September 21

Next Video