Bhuj: એરંડામાં સુકારો આવતા સંપૂર્ણ પાક બળી ગયો, સરકાર મદદ કરે તેવી ધરતીપુત્રોને આશા

|

Mar 16, 2021 | 2:28 PM

ચાલુ વર્ષે સારા વરસાદ પછી ખેડુતોને આશા હતી કે આગામી દિવસોમાં ખેતી માટે પુરતુ પાણી મળી રહેશે અને ઉત્પાદન પણ સારૂ મળશે. પુરતુ પાણી હોવા છતા પાકમાં સુકારો આવી ગયો છે.

કચ્છના ભુજ જિલ્લાના ખેડૂતોનો પાક નિષ્ફળ ગયો છે. પાકમાં સુકારો આવી જતા ઉભો પાક બળી ગયો છે. ચાલુ વર્ષે સારા વરસાદ પછી ખેડુતોને આશા હતી કે આગામી દિવસોમાં ખેતી માટે પુરતુ પાણી મળી રહેશે અને ઉત્પાદન પણ સારૂ મળશે. પુરતુ પાણી હોવા છતા પાકમાં સુકારો આવી ગયો છે.

ભુજનો પાવરપટ્ટીનો વિસ્તાર દિવેલાના વાવેતર માટે જાણીતો છે. 2000 હેક્ટરથી વધુ વિસ્તારમાં આ વખતે વાવેતરનો અંદાજ છે. જો કે મોટા ભાગના ખેતરોમાં ખેડુતોએ 3 વાર પાણી આપ્યું છતા રોગ આવી ગયો છે. ભુજના લોરીયા, સુમરાસર, ઢોરી અને આસપાસના અનેક ગામોમાં ખેતીમાં સુકારો આવ્યો છે. જેથી એરડાનો પાક સંદતર નિષ્ફળ ગયો છે, ત્યારે સરકાર સર્વે કરી આર્થીક મદદ કરે તેવી આશા છે.

Next Video