Bhavnagar: ભાવનગર, બોટાદ અને ધંધુકા માટે અતિ આવશ્યક એવી ભાવનગર વાયા બોટાદ બ્રોડગેજ લાઈન (Broadgauge line) ફિટ થઈ ગઈ છતાં ઇન્ટરસિટી સહિતની ટ્રેનો (Intercity trains) શરૂ ન થતા લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ભાવનગરમાં જીતુ વાઘાણી રાજ્ય સરકારમાં અને મનસુખ મંડવીયા (Mansukh Mandviya) કેન્દ્રસરકારના કેબિનેટ મંત્રી છે. ભારતીબેન શિયાળ ભાજપના સાંસદ અને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ છે.
ત્યારે સ્વાભાવિક છે કે, પોતાના વિસ્તારના લોકોને પોતાના વિસ્તારમાં અસુવિધા દૂર થાય અને સુવિધા મળે તેવી અપેક્ષા હોય પરંતુ સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર બોટાદથી અમદાવાદ સુધીનું બ્રોડગેજનું તમામ કામ પૂર્ણ થઈ ગયેલ છે. માત્ર નેતાઓને સમય નથી લોકાર્પણ કરવાનો તેની રાહે ટ્રેન શરૂ થવાનું અટક્યું છે. કેન્દ્ર સરકાર દ્વારા રેલવેમાં લોકોને આવન જાવનમાં સરળતા રહે સમય બચે તે માટે દેશમાં અનેક મીટર ગેજ લાઈનને બ્રોડગેજ લાઈનમાં રૂપાત્રિત કરવામાં આવી રહી છેં. ત્યારે ભાવનગરને કનેક્ટ થતી ઢસા જેતલસર લાઈન બ્રોડગેજ કરવામાં આવી રહી છેં. અને ભાવનગર વાયા બોટાદ સાબરમતી સુધીની બ્રોડગેજ લાઈનને મીટર ગેજ માંથી બ્રોડગેજ લાઈનમાં ફેરવવામાં આવી છે.
વાયા લોથલ કુલ 166 કિલોમીટરની બ્રોડગેજ લાઈન નાખવામાં આવી છે. આ બ્રોડગેજ લાઈન ફિટ કરવામાં કુલ સાડા ચાર વર્ષનો સમય ગાળો લાગ્યો છે. જોકે કોરોનાને કારણે વધારે સમય લાગ્યો હતો. પણ કામ પૂર્ણ થઈ ગયું છે. ભાવનગરથી સાબરમતી સુધીમાં કુલ 44 રેલવે ફાટકો મુકવામાં આવ્યા છે. જે અગાઉ વધારે હતા જે જરૂરિયાત મુજબ ઓછા કરવામાં આવ્યા છે. રેલવે વિભાગ દ્વારા વચ્ચે ક્યાય ઓવરબ્રિજ કરવામાં આવ્યા નથી અને જ્યાં ઓવરબ્રિજ કરવામાં આવ્યા છે તે તમામ રાજ્યસરકાર દ્વારા કરવામાં આવ્યા છે. આ સિવાય આ બ્રોડગેજને લઈને રેલવે વિભાગ દ્વારા 76 અંડરબ્રિજ બનાવવામાં આવ્યા છે.
પહેલાની તુલનામાં વાત કરવામાં આવે તો બ્રોડગેજને લઈને ટ્રેનો સ્પીડમાં છતાં લોકોનો અડધો સમય બચી જશે. મીટર ગેજમાં ચાલતી ટ્રેન સ્પીડ આ રૂટ પર 60ની હતી જે બ્રોડગેજ થઇ જતા ટ્રેનની સ્પીડ 90 થી 110ની રહેશે. જોકે હાલમાં નવી લાઈન પર ટ્રેનને 90ની સ્પીડની મંજૂરી આપવામાં આવી છે. 17 નવા સ્ટેશનો ઉભા કરવામાં આવ્યા છે. તમામ સ્ટેશનો પર હાઇલેવલ પ્લેટફોર્મ બનાવવામાં આવ્યા છે.
તમામ પ્લેટફોર્મની લંબાઈ 24 ડબા રહી જાય તેવી રાખવામાં આવી છે જેને લઈને મુસાફરો આરામથી ટ્રેનમાં ચડી અને ઉતરી શકે. મહત્વનું છે કે, દિવ્યાંગો માટે ખાસ તમામ સ્ટેશનો પર રેમ્પ ઉભા કરવામાં આવ્યા છે. બેસવા માટે ચેર અને પાણી, ટોયલેટ સાહિતની તમામ આધુનિક વયવસ્થા કરવામાં આવી છેં. ઇન્સ્પેકશન પણ પૂર્ણ થઈ ચૂક્યું છે. આ ટ્રેક પર માલગાડી દોડાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. રેલવે વિભાગની છેલ્લી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે. ત્યારે ભાવનગરના નેતાઓ સમય કાઢી લિલી ઝંડી ફરકાવે અને ટ્રેન શરૂ કરે તે લોકો માટે ખૂબ જરૂરી છે.