ભાવનગર (Bhavnagar) થી સાબરમતી (અમદાવાદ) વાયા બોટાદ ઇન્ટરસિટી જેવી ટ્રેનોની બહુ મોટી જરૂરિયાત છે અને અગાઉ ભાવનગર બોટાદ (Botad) મીટરગેજ લાઈનને બ્રોડગેજ બનાવવા માટે ખૂબ માંગણી હતી અને મોદી સરકારે આ માંગણી સ્વીકારતા બ્રોડગેજ (broad gauge) નું કામ પણ શરૂ થયું અને હાલ પૂર્ણ પણ થઈ ચૂકેલ છે.
ભાવનગર અને બોટાદ જીલ્લાના લોકો ભાવનગર વાયા બોટાદ સાબરમતી ઇન્ટરસિટીની રાહ જોઈ રહ્યા છે ત્યારે ભાવનગરના સાંસદ ભરતીબેન શિયાળે ટીવી નાઈન સાથે મુલાકાતમાં જણાવેલ કે બ્રોડગેજનું કામ પૂર્ણ થયેલ છે. છેલ્લા તબક્કાનું કામ ચાલી રહ્યું છે. માલ ગાડી દોડી રહી છે. છેલ્લું પેસેન્જર ટ્રેન માટેનું ઇન્સપેકશન પણ પૂર્ણ થયેલ છે. અને ટુક સમયમાં ભાવનગર બોટાદથી અમદાવાદ તરફની ટ્રેનો (train) શરૂ થશે. આજ સુધી મીટરગેજ હોવાથી લાંબા અંતરની ટ્રેનો શરૂ ન હતી પરંતુ બ્રોડગેજ શરૂ થતાં ભાવનગરથી અનેક લાંબા અંતરની ટ્રેનો લોકો માટે શરૂ કરવામાં આવશે.
ભાવનગરથી સાબરમતી સુધીમાં કુલ 44 રેલવે ફાટકો મુકવામાં આવેલ છે. જે અગાઉ વધારે હતા જે જરૂરિયાત મુજબ ઓછા કરવામાં આવેલ છે. રેલવે વિભાગ દ્વારા વચ્ચે ક્યાંય ઓવરબ્રિજ કરવામાં આવેલ નથી. અને જ્યાં ઓવરબ્રિજ કરવામાં આવેલ છે. તે તમામ રાજ્યસરકાર દ્વારા કરવામાં આવેલ છે. આ સિવાય આ બ્રોડગેજને લઈને રેલવે વિભાગ દ્વારા 76 અંડરબ્રિજ બનાવવામાં આવેલ છે.
પહેલાની તુલનામાં વાત કરવામાં આવે તો બ્રોડગેજને લઈને ટ્રેનો સ્પીડમાં છતાં લોકોનો પેલા કરતા અડધો સમય બચશે. મીટર ગેજમાં ચાલતી ટ્રેન સ્પીડ આ રૂટ પર 60 ની હતી. જે બ્રોડગેજ થઇ જતા ટ્રેનની સ્પીડ 90 થી 110ની રહેશે. જોકે હાલમાં નવી લાઈન પર ટ્રેનને 90ની સ્પીડની મંજૂરી આપવામાં આવેલ છે. 17 નવા સ્ટેશનો ઉભા કરવામાં આવેલ છે.
તમામ સ્ટેશનો પર હાઇલેવલ પ્લેટફોર્મ બનાવવામાં આવેલ છે. તમામ પ્લેટફોર્મની લંબાઈ 24 ડબ્બા રહી જાય તેવી રાખવામાં આવેલ છે. જેને લઈને મુસાફરો આરામથી ટ્રેનમાં ચડી અને ઉતરી શકે, દિવ્યાંગો માટે ખાસ તમામ સ્ટેશનો પર રેમ્પ ઉભા કરવામાં આવેલ છે. બેસવા માટે ચેર અને પાણી, ટોયલેટ સાહિતની તમામ આધુનિક વ્યવસ્થા કરવામાં આવેલ છે.
હાલમાં ઇન્સ્પેકશન પણ પૂર્ણ થઇ ચૂકેલ છે. આ ટ્રેક પર માલગાડી દોડાવવાનું શરૂ કરી દેવામાં આવેલ છે. રેલવે વિભાગની છેલ્લી કામગીરી પૂર્ણ થયા બાદ ભાવનગર સબતરમતી અને બોટાદથી અમદાવાદ બ્રોડગેજ લાઈન પર ઇન્ટરસિટી શીતની ટ્રેનોને લીલી ઝંડી અપાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે.
આ પણ વાંચોઃ Kutch: શુ શ્રેષ્ઠ સંતાન પ્રાપ્તિ આપણા હાથમાં છે? જાણો શું કહે છે નિષ્ણાતો