સરકારે શાળાનો સમય 8 કલાક કરતા શિક્ષકોમાં રોષ, સજ્જતા સર્વેક્ષણના બહિષ્કારનો બદલો લીધાના આરોપ

|

Sep 05, 2021 | 12:00 PM

રાજ્યમાં સરકારે વિવિધ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા શાળાઓમાં 6 ને બદલે 8 કલાક હાજર રહેવાનો આદેશ કર્યો છે. અને આ આદેશ પાછળ રાઈટ ટુ એજ્યુકેશન 2009 ની જોગવાઈનું કારણ આગળ ધરવામાં આવ્યું છે.

કોરોનાના કેસ ઘટતા સરકારી પ્રાથમિક શાળાનો સમય રાબેતા મુજબ કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે પ્રાથમિક શાળાનો સમય સવારનો કરવામાં આવ્યો હતો અને હવે ધોરણ 6થી 8માં પ્રત્યક્ષ શિક્ષણ શરૂ થતાં પ્રાથમિક શાળાનો સમય રાબેતા મુજબ કરવા આદેશ કરવામાં આવ્યો છે. સરકારના પરિપત્ર મૂજબ શાળાનો સમય સવારે 10થી સાંજે 6 વાગ્યા સુધીનો કરાયો શિક્ષકોએ સોમવારથી શુક્રવાર 8 કલાક શાળામાં હાજરી આપવી પડશે અને શનિવારે 7થી 12 પાંચ કલાક હાજરી આપવી પડશે.

રાજ્યમાં સરકારે વિવિધ જિલ્લાઓમાં જિલ્લા શિક્ષણઅધિકારી દ્વારા શાળાઓમાં 6 ને બદલે 8 કલાક હાજર રહેવાનો આદેશ કર્યો છે. અને આ આદેશ પાછળ રાઈટ ટુ એજ્યુકેશન 2009 ની જોગવાઈનું કારણ આગળ ધરવામાં આવ્યું છે. સરકારના આ આદેશ ને પગલે હવે શિક્ષકોએ સોમવારથી શુક્રવાર 8 કલાક અને શનિવારે 5 કલાક એમ અઠવાડિયાના કુલ 45 કલાક શાળામાં હાજર રહેવા કહ્યું છે.

સરકારના આ પરિપત્ર અને આદેશનો શૈક્ષિક સંઘે વિરોધ કર્યો હતો. શૈક્ષિક સંઘનો આક્ષેપ છે કે શિક્ષક સજ્જતા સર્વેક્ષણનો બહિષ્કાર કરતા બદલો લેવા સમય બદલવામાં આવ્યો છે. ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘે વિરોધ
કરી RTEની તમામ જોગવાઈઓનો સંપૂર્ણ આમલ કરવા માંગ કરી છે.

આ પણ વાંચો : હવે વાહનચાલકો કર્કશ હોર્ન નહિ પરંતુ સૂરીલી ધૂન વગાડી સાઈડ માંગશે ! જાણો શું બદલાવ લાવી રહી છે સરકાર

આ પણ વાંચો : Alert ! જો 30 સપ્ટેમ્બર સુધી નહિ પતાવો આ કામ તો કોઈ પણ ફાયનાન્શીયલ ટ્રાન્ઝેક્શન થશે નહીં, જાણો શું છે કારણ?

Next Video