Bhavnagar : ભાવનગર કે ખાડાનગર ? ઠેર ઠેર ખોદેલા ખાડાઓથી પ્રજા ત્રાહિમામ

|

Jun 22, 2021 | 6:10 PM

Bhavnagar : તમામ વિકાસના કામો ચોમાસા પહેલા થવા જોઇએ જે ચોમાસામાં પણ પૂર્ણના થતા અને કામો શરૂ છે તે મનપાની અણઆવડત છતી કરી રહ્યા છે.

Bhavnagar : શહેરને દર ચોમાસામાં ખાડાનગરની ઉપમા દેવામાં આવે છે. કારણકે ચોમાસુ શરૂ થતાં જ શહેરના રોડ રસ્તા પર ખાડાઓનું જાણે સામ્રાજ્ય ઉભું થાય છે. લોકો પરેશાન થઈ જાય છે અને નાના મોટા અકસ્માતોના ભોગ બને છે. તેમ છતાં મનપાના શાસકોના પેટનું પાણી પણ હલતું નથી.

દર વર્ષની જેમ આ વર્ષે પણ તે જ સ્થિતિનું પુનરાવર્તન થયું છે. અનેક જગ્યાએ ચાલી રહેલા ખોદકામને લઈને ઠેર ઠેર ખાડાઓ જોવા મળી રહ્યા છે અને ચોમાસુ હોવાથી તેમાં પાણી ભરાવાની સમસ્યા પણ ઊભી થઈ છે. જેને લઈને લોકો પારાવાર મુશ્કેલીઓનો સામનો કરી રહ્યા છે. જ્યારે વિપક્ષ બેફામ આચરેલા ભ્રષ્ટાચારના આક્ષેપ કરી રહ્યું છે.

ચોમાસાના પ્રથમ ચાર ઇંચ જેટલા પડેલા વરસાદને લઈને નવા અને જૂના બન્ને રોડ પર ખાડા પડી જવા પામેલ છે. આ સિવાય શહેરમાં અનેક જગ્યાઓ પર ડ્રેનેજ લાઈન, ગેસ લાઈનોના જેવા વિવિધ કામ શરૂ હોવાને કારણે ત્યાં મસ મોટા ખાડાઓ ખોદેલા જોવા મળી રહ્યા છે. જેને લઈને લોકો નાના-મોટા અસ્કસ્માતોનો ભોગ પણ બની રહ્યા છે.

આ બધાજ કામો ચોમાસા પહેલા થવા જોઇએ, જે ચોમાસામાં પણ પૂર્ણ ન થતા અને કામો શરૂ છે તે મનપાની અણઆવડત છતી કરી રહ્યા છે. શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી પૂર્ણ થયાની શાસકો વાત કરી રહ્યા છે, પરંતુ અહી વાસ્તવિકતા તો સાવ જુદી જ છે. કારણકે આ ચોમાસામાં ભાવનગરમાં પેલા વરસાદમાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાવાના દ્રશ્યો સામે આવ્યા છે તો હજુ આખું ચોમાસુ તો બાકી છે તો કેવા દ્રશ્યો સર્જાશે ?

આ અંગે મેયરને જણાવ્યુ કે, મનપાને ફરિયાદો મળેલ છે અને અધિકારીઓને બોલાવી સમસ્યા નિવારણ અંગે તાત્કાલિક સૂચનાઓ આપવામાં આવી હતી.

આ પણ વાંચો : Bhim App ની મદદથી ATM થી નિકાળી શકાય છે રોકડ , જાણો આ સંપૂર્ણ રીત

Next Video