Bhavnagar : નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો માટે યોજાશે ચૂંટણી

|

Jun 17, 2021 | 11:02 AM

Bhavnagar : ભાવનગર મહાનગરપાલિકા(Bhavnagar Municipal Corporation) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો માટે આગામી 19મી જુલાઇના રોજ ચૂંટણી યોજનાર છે.

Bhavnagar : ભાવનગર મહાનગરપાલિકા(Bhavnagar Municipal Corporation) સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના 12 સભ્યો માટે આગામી 19મી જુલાઇના રોજ ચૂંટણી યોજનાર છે. આ વખતે કોર્પોરેશનના ચૂંટાયેલા 52 સભ્યો પૈકી માત્ર 8 સભ્યો જ કોંગ્રેસના હોવાથી શિક્ષણ સમિતિમાં માત્ર એક સભ્ય કોંગ્રેસનો ચૂંટાઇ તેવી શક્યતા છે.

કોર્પોરેશનમાં કોંગ્રેસના માત્ર આઠ સભ્યો જ હોવાથી મત નોંધણી સમયે પણ બેલેટમાં ક્ષતિ ના સર્જાય તેની તકેદારી કોંગ્રેસે રાખવી પડશે નહીં તો શિક્ષણ સમિતિની કોંગ્રેસના હાથમાં આવતી એક બેઠક પણ ચાલી જશે. જોકે ગઈ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સહમતી થતા ચૂંટણી રદ કરવામાં આવેલ હતી.

ભાવનગર મહાનગરપાલિકાની નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ માટે 12 ચૂંટાયેલા અને 3 સરકાર નિયુક્ત સદસ્ય મળી કુલ 15 સભ્યોની સંખ્યા બળનું બંધારણ નક્કી થયેલું છે. આગામી 19મી જુલાઇએ 12 સભ્યોની ચૂંટણી માટે 1લી જુલાઈ ના રોજ ઉમેદવારોના નિયુક્તિ પત્ર સ્વીકારવામાં આવશે 9મી જુલાઈએ ચકાસણી અને 19મીએ કોર્પોરેશનના સભાગૃહમાં મત નોંધણી અને મતગણતરી યોજાશે.

 

12 સભ્યોની ચૂંટણીમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત આદિજાતિની એક બેઠક વિશિષ્ટ શૈક્ષણિક લાયકાત ધરાવતી ત્રણ બેઠક અને સામાન્ય 8 બેઠક માટે ચૂંટણી યોજાશે. કોર્પોરેશનમાં ભાજપના 44 અને કોંગ્રેસના 8 ચૂંટાયેલા સભ્યો છે. તેઓના દ્વારા મતદાન કરાશે જે મુજબ શિક્ષણ સમિતિમાં ભાજપના 11 કોંગ્રેસનો 1 જ સભ્ય સામાન્ય બેઠકની કેટેગરીમાંથી ચૂંટાઈ શકશે.

કોર્પોરેશનમાં ચૂંટાયેલા સભ્યો મુજબ મતદાન થતું હોવાને કારણે શિક્ષણ સમિતિમાં સભ્યો પણ નિયત થઈ જતા હોય છે. આગળની ટર્મમાં પણ ભાજપ અને કોંગ્રેસે સમાધાન કરી શિક્ષણ સમિતિમાં ભાજપના 8 અને કોંગ્રેસના 4 સભ્યો નક્કી કરતાં ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. તે જ રીતે આ વખતે પણ જો સમાધાન થઇ જાય તો ચૂંટણી મોકૂફ રહી શકે એમ છે.

જોકે ભાજપના મેયરના કહેવા પ્રમાણે કોંગ્રેસ સાથે સહમતી સધાઈ આવવાની શક્યતાઓ રહેલી છે. જ્યારે કોંગ્રેસ વિરોધ પક્ષના નેતાને આ અંગે પૂછતાં તેમણે જણાવેલ કે અમે હાઈ કમાન્ડની સમક્ષ આ બાબત રાખી તેમનો નિર્ણય પ્રમાણે આગળ વધીશું.

Published On - 10:00 am, Thu, 17 June 21

Next Video