Bhavnagar: કંપનીના ગેટ બહાર સુતેલા યુવકને ટ્રકે કચડી નાખ્યો, અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે મોત

રાત્રીના સમયે કંપનીની બહારની સાઈડ સુતેલા યુવકને ટ્રક દ્વારા અડફેટે લેવાતા (Accident) 30 વર્ષીય યુવકનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીની બહાર રાત્રિના સમયે ખાટલા પર આરામ કરી રહેલા ભરત સવજીભાઈ મકવાણાને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો.

Bhavnagar: કંપનીના ગેટ બહાર સુતેલા યુવકને ટ્રકે કચડી નાખ્યો, અકસ્માતમાં યુવકનું ઘટના સ્થળે મોત
Symbolic Image
| Edited By: | Updated on: May 09, 2022 | 4:59 PM

Bhavnagar: રાત્રીના સમયે બહારની સાઈડ સુતેલા યુવકને ટ્રક દ્વારા અડફેટે લેવાતા (Accident) 30 વર્ષીય યુવકનું મોત થયું હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. કંપનીની બહાર રાત્રિના સમયે ખાટલા પર આરામ કરી રહેલા ભરત સવજીભાઈ મકવાણાને ટ્રક ચાલકે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. યુવક ડંભાળિયા ગામનો રહેવાસી છે. આ અકસ્માતમાં યુવકનું મોત (Death in an accident) થયું હતું. આ અંગે સિહોર પોલીસે ઘટનાની વધુ તપાસ હાથ ધરી હતી. હાલ ભાગી છૂટેલા વાહનચાલકને ઝડપી પાડવા પોલીસે ચક્રો તપાસ તેજ કરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર ભાવનગરના વલ્લભીપુર રાઘવ પેટ્રોલ પંપ બાજુમાં ડંભાળીયા રોડ ઉપર આ ઘટના બની હતી. ઉમરાળામાં ડંભાળીયા ગામે રહેતા અને સાઈબંધન પ્રા.કંપની રોલિંગ મિલમાં ચોકીદાર તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પોતાની ફરજ પૂરી કરી મીલ નજીક આવેલા ખેતરમાં ખાટલો ઢાળી આરામ કરી રહ્યા હતા. ત્યારે વહેલી સવારે ટ્રક ચાલકે પોતાનું વાહન ગફલત ભરી રીતે ચલાવી યુવાનને અડફેટે લીધો હતો. મહત્વનું છે કે, અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતુ. આ ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને આગળની કાર્યવાહિ હાથ ધરી હતી.

ભાવનગર જિલ્લામાં 108 એમ્બ્યુલન્સે ખરા અર્થમાં માતાની ગરજ સારી

ભાવનગરમાં સરકારની 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ જ માતાની ગરજ સારતી જોવા મળી હતી. જિલ્લાની 108ની સેવા દ્વારા અનેકવાર સગર્ભા માતાની સેવા કરી રહી છે અને સગર્ભા માતા મૃત્ય દર ઘટાડવામાં મહત્વપૂર્ણ સાબિત થઇ છે. સગર્ભા માતાને 108 ની સેવા થકી જિલ્લાના અંતરીયાળ અને છેવાડાની સગર્ભા માતાના ઘરના ઉમરા સુધી પહોંચીને યોગ્ય હોસ્પિટલ લઈ જતાં ભાવનગર જિલ્લામાં 6449 સગર્ભા માતાને એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે.

ભાવનગર જિલ્લાની 108 એમ્બ્યુલન્સ દ્વારા અત્યાર સુધીમાં 6449 સગર્ભા માતાની સફળ પ્રસૂતિ કરાવવામાં આવી છે. માત્ર સગર્ભા મહિલાઓને સેવા પુરી પાડવાની જ વાત કરવામાં આવે તો પ્રસૂતિ દરમિયાનના કિસ્સામાં બે લાખ (2,14,097) થી વધારે સગર્ભા માતાને સેવા પૂરી પાડવામાં આવી છે. આ રીતે ખરા અર્થમાં 108ની ઇમરજન્સી એમ્બુલન્સ સેવા એ એક માતા જે રીતે પોતાના બાળકની સંભાળ રાખે તે રીતે કાળજી રાખીને એક માતાની ભૂમિકા ભજવી છે.

Published On - 4:43 pm, Mon, 9 May 22